Budget 2022: સામાન્ય જનતા માટે તૈયાર કરવામાં આવી Union Budget App, જાણો તેમાં શું-શું હશે?

સામાન્ય બજેટમાં લોકો માટે શું છે તે માહિતી સામાન્ય જનતા સુધી સહેલાઈથી પહોંચે તે માટે સરકારે એક મોબાઈલ એપ લૉન્ચ કરી છે. જાણો તેના વિશે બધુ.

નવી દિલ્લીઃ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમમણ આજે સવારે 11 વાગે વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ 2022 રજૂ કરશે. કોરોના મહામારી દરમિયાન આ વખતના બજેટમાં સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘણી જાહેરાતો થવાની આશા રાખવામાં આવી રહી છે. સામાન્ય બજેટમાં લોકો માટે શું છે તે માહિતી સામાન્ય જનતા સુધી સહેલાઈથી પહોંચે તે માટે સરકારે એક મોબાઈલ એપ લૉન્ચ કરી છે. બજેટ દરમિયાન જે કંઈ પણ થશે તે કોઈપણ વિલંબ વિના આ મોબાઈલ એપ પર અપલોડ કરવામાં આવશે જેને લોકો સરળતાથી વાંચી શકશે.

nirmala sitharaman

સામાન્ય જનતા બજેટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકે તે માટે Union Budget Mobile App નામની એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ દ્વારા લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશેની તમામ માહિતી મેળવી શકે છે. Union Budget Mobile App હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એપ પર બજેટની માહિતી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનશે અને તેને કેન્દ્રીય બજેટના 14 દસ્તાવેજોની એક્સેસ મળશે જેમાં વાર્ષિક નાણાકીય અહેવાલ(બજેટ), ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ(DG), ફાઈનાન્સિયલ બિલનો સમાવેશ થાય છે.

Union Budget Mobile Appમાં ઉપલબ્ધ દસ્તાવેજોને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે. તેમાં સર્ચ, ઝૂમ ઈન અને ઝૂમ આઉટ સુવિધા પણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનુ બજેટ ભાષણ સમાપ્ત થયા પછી યુઝર્સને 1 ફેબ્રુઆરીના રોજ બજેટ દસ્તાવેજની એક્સેસ મળશે. આ એપ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સના માર્ગદર્શન હેઠળ NIC દ્વારા તૈયાર કરવામાં આવી છે. બજેટ લાઈવ જોવા માટે લોકસભાની વેબસાઈટ https://loksabhatv.nic.in/ પર અથવા https://gujarati.oneindia.com/news/india/union-budget-2022-live-updates-in-gujarati-079295.html પર જોઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X