For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023 : બજેટ 2023-24 તૈયારીઓમાં વ્યસ્ત સરકાર, આજે રજૂ કરશે આંકડા

હાલ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન થનારી રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ કેન્દ્ર સરકાર બજેટ (Budget 2023) તૈયાર કરવા માટે કરશે.

|
Google Oneindia Gujarati News

Budget 2023 : નેશનલ સ્ટેસ્ટિકલ ઓફશ દ્વારા વર્ષ 2022-23 માટે આર્થિક વિકાસનું પ્રથમ મુખ્ય અનુમાન શુક્રવારની સાંજે જાહેર કરવામાં આવશે. આ આંકડા ફેબ્રુઆરીમાં લોકસભામાં રજૂ થનારા સામાન્ય બજેટ (Budget 2023) ના ત્રણ અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવી રહ્યા છે.

Budget 2023

હાલ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન થનારી રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ કેન્દ્ર સરકાર બજેટ (Budget 2023) તૈયાર કરવા માટે કરશે. ઉલ્લેખનીય છે કે, સરકાર નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં, આ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

RBIએ વિકાસ દરના અંદાજમાં કર્યો ઘટાડો

RBIએ વિકાસ દરના અંદાજમાં કર્યો ઘટાડો

ગત મહિને RBI દ્વારા નવી નાણાકીય નીતિ જાહેર કરવામાં આવી હતી. આમાં RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. આસાથે અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યો હતો.

વિકાસ દરમાં ઘટાડા પાછળ કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, વૈશ્વિકતણાવ અને વિશ્વની કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો દેશના વિકાસ દર પર જોવા મળી શકે છે. વધુમાં RBIએ અનુમાનમાં જણાવ્યુંહતું કે, ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 4.4 ટકા અને 4.2 ટકા હતો.

સતત વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કરી રહી છે કેન્દ્રીય બેંક

સતત વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કરી રહી છે કેન્દ્રીય બેંક

એપ્રીલ 2022 માં, કેન્દ્રીય બેંકે આગાહી કરી હતી કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 7.8 ટકાથી ઘટીને 7.2 ટકાથઈ શકે છે, ત્યારબાદ તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 7 ટકા કર્યો હતો.

વિશ્વ બેંકે ભારત પર વ્યક્ત કર્યો વિશ્વાસ

વિશ્વ બેંકે ભારત પર વ્યક્ત કર્યો વિશ્વાસ

તાજેતરમાં જાહેર કરાયેલા અંદાજમાં વિશ્વ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરતા વિકાસ દરનો અંદાજ વધારો કર્યો હતો. આવાસમયે IMFએ પણ ભારતના વિકાસ દરના અંદાજને 7 ટકા જાળવી રાખ્યો હતો.

English summary
Budget 2023 : The government, busy with budget 2023-24 preparations, will present the figures today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X