Budget 2024 : બજેટમાં પેન્શન અને ઇન્સ્યોરન્સ સાથે ડોમેસ્ટિક વર્કરને મળી શકે છે તમામ લાભ
ભારતમાં યોજાવા જઈ રહેલી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અંતરિમ બજેટ લાવી રહી છે. આ બજેટમાં ઘરેલુ કામદારોને મોટી ભેટ મળી શકે છે.
દેશમાં ઘરેલું કામદારોને પગાર અને પેન્શન સહિત અનેક લાભો મળી શકે છે. દેશમાં લાખો ઘરેલુ કામદારોને સામાજિક સુરક્ષા મળી શકે છે. સોશિયલ સિક્યુરિટી કોડ હેઠળ સાર્વત્રિક કલ્યાણ તરફ આ એક મોટું પગલું હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, ઘરેલું કામદારો માટે વિચારણા કરવામાં આવતા લાભોમાં લઘુત્તમ વેતન, પેન્શન, તબીબી વીમો, પ્રસૂતિ લાભ અને ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે.
આ સંદર્ભે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, અમે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ પરંતુ ભારતમાં ઘરેલું કામદારોની ચોક્કસ સંખ્યા જાણ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઘરેલું કામદારોને સામાજિક સુરક્ષા કોડમાં પગારદાર શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.
સામાજિક સુરક્ષા કોડના અમલીકરણ પછી ઘરેલું કામદારો વેતન સંબંધિત લાભો અથવા સરકાર દ્વારા વ્યાખ્યાયિત વેતન માટે હકદાર બનશે. આ કોડ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, કર્મચારી રાજ્ય વીમા (ESIC) અધિનિયમ વગેરે સહિત વર્તમાન સામાજિક સુરક્ષા કાયદાઓ અને યોજનાઓને એકીકૃત કરે છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019-20માં તૈયાર કરાયેલા ચાર લેબર કોડ હેઠળ તમામ રાજ્યોએ હજુ સુધી નિયમો બનાવ્યા નથી. સામાજિક સુરક્ષા કોડ આ ચારમાંથી એક છે.
જણાવી દઈએ કે, આધાર-સીડેડ ઇ-શ્રમ પોર્ટલ ઘરેલું કામદારો સહિત અસંગઠિત કામદારો માટે ડેટાબેઝ છે. વર્ષ 2021 માં તેની શરૂઆત થઈ ત્યારથી 15 ડિસેમ્બર, 2023 સુધીમાં ઇ-શ્રમ પોર્ટલ પર 292 મિલિયનથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા છે.












Click it and Unblock the Notifications
