Budget 2024 : બજેટમાં સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ

ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ બજેટમાં કેન્દ્રિય કર્મચારીઓને મોટા સમાચાર મળી શકે છે.

અહેવાલો અનુસાર, બજેટમાં સરકારી કર્મચારીઓની રજા વધારીને 300 કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં આવનારા બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે.

Budget 2024

જણાવી દઈએ કે, આ બજેટ વચગાળાનું બજેટ હશે, તેના પછી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી આ સમયગાળા માટે માત્ર એટલી જ રકમ જારી કરાશે જે દેશ ચલાવવા માટે જરૂરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ બજેટમાં કોઈ મોટી જાહેરાત અંગે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે.

સમાચારો અનુસાર, કર્મચારીઓની રજાઓ 240 થી વધારીને 300 કરવામાં આવી શકે છે. આ અર્ન્ડ રજા છે. આ રજાનો અર્થ એ છે કે જો તમે રજા પર હોવ તો પણ તમને તે દિવસનો પગાર મળે છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોર્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં સરકાર કામના કલાકો, વાર્ષિક રજા, નિવૃત્તિ, ભવિષ્ય નિધિ અને પેન્શન સહિત ઘણી બાબતોમાં સુધારો કરી રહી છે અને આ અંગે નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા હજુ ચાલુ છે.

મજૂર યુનિયન સાથે જોડાયેલા કર્મચારીઓની માંગ છે કે, તેમની અર્ન્ડ રજાની મર્યાદા વધારીને 300 દિવસ કરવામાં આવે. કેન્દ્ર સરકાર પણ શ્રમ સુધારણા સંબંધિત આ નવા કાયદાઓને વહેલી તકે લાગુ કરવા માંગે છે.

આ જ કારણ છે કે આ વખતના બજેટમાં આ કાયદા સાથે જોડાયેલી આ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તેનાથી કામદારોને ઘણો ફાયદો થશે.

જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બર 2020માં ભારત સરકારે સંસદમાં શ્રમ સુધારા સંબંધિત નવો કાયદો પસાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X