Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2024: બજેટમાં ગ્રામીણ વિસ્તારો માટે મોટી ભેટ, આવતા 5 વર્ષમાં બની જશે વધુ 2 કરોડ ઘર

Interim Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરીએ છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. લોકસભા ચૂંટણી-2024 પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું વચગાળાનું બજેટ છે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને મોટી જાહેરાત કરી છે.

સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોના પછી પણ અમે તેના પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

Budget 2024

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, "કોવિડના કારણે પડકારો હોવા છતાં, પીએમ આવાસ યોજના (ગ્રામીણ)નું કામ ચાલુ રહ્યું છે. અત્યાર સુધીમાં અમે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ ઘરોનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં અમે 2 કરોડ વધુ મકાનો બનાવીશું.

Budget 2024 Highlights: બજેટ 2024ના મહત્વના મુદ્દા

  • સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, 'જુલાઈમાં પૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ રજૂ કરશે.'
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ વખતે આવકવેરા ભરનારાઓ માટે કોઈ રાહત નથી.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે.
  • નિર્મલા સીતારમણે કહ્યું, ત્રણ મોટા આર્થિક રેલવે કોરિડોર લાગુ કરવામાં આવશે. પ્રથમ એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર. બીજું, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ત્રીજો હાઇ ટ્રાફિક ડેન્સિટી
  • કોરિડોર.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. જ્યારે 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. અત્યાર સુધી અમે 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી છે. હવે અમે તેને 2 કરોડ રૂપિયાથી વધારીને 3 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X