Budget 2024 : બજેટમાં સોલાર રૂફટોપને લઈને મોટી જાહેરાતની તૈયારી, સબસિડીમાં થઈ શકે છે વધારો
દેશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા સરકાર મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર 1-2 કિલોવોટ ક્ષમતાવાળા રૂફટોપ સોલાર માટે સબસિડીમાં 60 ટકા સુધીનો વધારો કરી શકે છે.
અહેવાલો અનુસાર, આ 2 થી 5 કિલોવોટ શ્રેણી માટે 40 ટકા અને 5 થી 10 કિલોવોટ શ્રેણી માટે 20 ટકા હોઈ શકે છે. હાલ 1-3 KW માટે લગભગ 40 ટકા, 3-5 KW માટે 20 ટકા અને 5-10 KW સોલાર યુનિટ માટે 10 ટકા સબસિડી મળે છે.

સબસિડી માટે સૂર્યોદય યોજનામાં 40 હજાર કરોડથી 45 હજાર કરોડ રૂપિયાની ફાળવણી થઈ શકે છે. તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત સબસિડી દર પર સરકારની પરામર્શ હજુ ચાલુ છે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે.
પીએમ મોદીએ જણાવ્યું કે અયોધ્યાથી પરત ફર્યા બાદ મારો પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી સરકાર એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, નવી યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં કરે ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ટૂંક સમયમાં આ યોજના માટે માર્ગદર્શિકા જારી કરશે. મંત્રાલય હાલમાં સબસિડીની વિગતો પર કામ કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
