Budget 2026 : બજેટમાં ઈલેક્ટ્રોનિક સેક્ટર માટે મોટી જાહેરાત
Budget 2026 : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૬ રજૂ કર્યું. નવમા બજેટ ભાષણમાં તેમણે સરકારની આર્થિક દિશા સ્પષ્ટ કરી.
ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ સેક્ટરમાં ૪૦,૦૦૦ કરોડના સીધા રોકાણની જાહેરાત એ બજેટની સૌથી મોટી હતી. આ નિર્ણય ઉદ્યોગ, રોજગારી અને દેશની તકનીકી તાકાત સાથે સંબંધિત છે.

નાણામંત્રીએ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ સેક્ટરને મજબૂત કરવાની અનિવાર્યતા જણાવી. આથી ૪૦,૦૦૦ કરોડના રોકાણની જાહેરાત કરાઈ. ઉદ્દેશ્ય દેશમાં જ મોબાઈલ, લેપટોપ સહિતના ઉપકરણોનું ઉત્પાદન વધારવું છે, જેથી આયાત ઘટે અને કિંમતો નિયંત્રણમાં રહે.
બજેટ ૨૦૨૬માં સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ અપાઈ. સરકારે ઉત્પાદન વધારવા, ભારતીય IP તૈયાર કરવા અને મજબૂત સપ્લાય ચેઈન બનાવવા જોગવાઈઓ કરી છે. આનાથી ચિપ્સ માટે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટશે. પરિણામે, ઓટોમોબાઈલ, મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને મોટો ફાયદો થશે.
નાણામંત્રીએ ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રેર અર્થ મટીરીયલ્સ માટે સમર્પિત સુવિધાઓ તથા મિનરલ પાર્ક બનાવવાની જાહેરાત કરી. ઇલેક્ટ્રોનિક-સેમિકન્ડક્ટર ઉદ્યોગનો પાયો ગણાતા આ મટીરીયલ્સ ભારતની વ્યૂહાત્મક અને તકનીકી તાકાતને વધુ મજબૂત બનાવશે.
બજેટમાં ૧૦૦૦ માન્યતા પ્રાપ્ત ક્લિનિકલ સાઇટ્સ બનાવવાની જાહેરાત થઈ, જ્યાં વૈજ્ઞાનિક સમીક્ષા થઈ શકશે. આનાથી હેલ્થ સેક્ટરમાં સંશોધનને પ્રોત્સાહન મળશે, જે ભારતને ગ્લોબલ બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં મદદ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં સરકારના ત્રણ મુખ્ય કર્તવ્યો રજૂ કર્યા: આર્થિક વિકાસને વેગ આપવો-જાળવી રાખવો; લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી તેમને વિકાસના ભાગીદાર બનાવવા; અને 'સબકા સાથ, સબકા વિકાસ' હેઠળ તમામને સમાન તકો પૂરી પાડવી. તેમણે ઉમેર્યું, "રિફોર્મ એક્સપ્રેસ દ્વારા ઉત્પાદન અને વૃદ્ધિ વધારવાનું કામ ચાલુ રહેશે."
ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં મોટા રોકાણથી નવી રોજગારી, ઘરેલું ઉત્પાદન વૃદ્ધિ અને લાંબા ગાળે ઇલેક્ટ્રોનિક સામાન સસ્તો થશે. સેમિકન્ડક્ટર-રેર અર્થ મટીરીયલ્સ પર ફોકસ ભારતની આત્મનિર્ભરતા વધારશે, દેશને વૈશ્વિક બજારમાં મજબૂત ખેલાડી બનાવશે. AAM બજેટ ૨૦૨૬ની આ જાહેરાતો ભારતને ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જવાનું મોટું પગલું છે.












Click it and Unblock the Notifications
