Budget 2026 : હવે અકસ્માત દરમિયાન વાપરેલા રૂપિયા પર ટેક્સ નહીં લાગે, બજેટમાં મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, દેશમાં આગામી 1 એપ્રિલથી આવકવેરાના નવા નિયમોનો અમલ શરૂ થઈ જશે.
નવા નિયમો મુજબ હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના સારવાર પાછળ થતો ખર્ચ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે, જેનાથી સામાન્ય જનતાને મેડિકલ ઈમરજન્સીમાં મોટી આર્થિક રાહત મળશે.

આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગ દ્વારા તમામ નવા ITR ફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં જ કરદાતાઓ માટે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
સરકાર દ્વારા નવા ઈન્કમ ટેક્સ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે, જે અંતર્ગત અકસ્માત સારવારના ખર્ચને કરમુક્ત રાખીને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષા આપવાનો પ્રયાસ કરાયો છે.
આગામી નાણાકીય વર્ષથી તમામ આઈટીઆર ફોર્મમાં જરૂરી ફેરફાર સાથે નવા નિયમો નોટિફાય થશે, જેથી કરદાતાઓ 1 એપ્રિલથી નવી ટેક્સ વ્યવસ્થાનો સરળતાથી લાભ લઈ શકશે.












Click it and Unblock the Notifications
