શેર માર્કેટમાં તેજીનો તરખાટ : સેન્સેક્સ 727 પોઇન્ટ વધ્યો

સેન્સેક્સે છેલ્લા ચાર વર્ષમાં આ પહેલી જ વાર એક-દિવસમાં સૌથી મોટો ફાયદો જોયો છે. બજારો છેલ્લા ચાર દિવસથી તેજીનો અનુભવ કરી રહ્યા છે. બીએસઈના સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેરનો નિફ્ટી 216 પોઈન્ટ અથવા 3.81 ટકાના લાભ સાથે 5896 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સે ઈન્ટ્રા-ડે સોદાઓ વખતે 20,012.96ની સપાટીને સ્પર્શ કર્યો હતો. દલાલોનું કહેવું છે કે બ્લુચિપ શેરોમાં વિદેશી ઈન્વેસ્ટરો નેટ બાયર્સ રહ્યા છે, કારણ કે યુએસ ડોલર સામે રૂપિયાનો દેખાવ પણ સતત સુધરતો રહ્યો છે. ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી 'ટ્રાઈ' દ્વારા કરાયેલા સૂચને ટેલિકોમ શેરોમાં તેજી લાવી દીધી છે. ટ્રાઈએ કહ્યું છે કે એરવેઝના લિલામ માટેની કિંમતમાં ઘટાડો કરવો જોઈએ.












Click it and Unblock the Notifications
