Business News : વધી રહ્યું છે રાજ્યોનું દેવું, રોકાણકારોને ચૂકવી રહ્યા છે વધુ વ્યાજ
Business News: રાજ્ય સરકારના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમણે દેવું લેવાના મામલે રોકાણકારોને વધુ વ્યાજની ચૂકવણી કરવી પડી રહ્યા છે. મંગળવારના રોજ રાજ્યોએ હરાજી દ્વારા 16200 કરોડ રૂપિયાનું દેવું એકઠું કર્યું છે. આ માટે તેમણે સરેરાશ 7.46 ટકા વ્યાજની ચૂકવણી કરી હતી.
ICRA રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે એક નોંધમાં જણાવ્યું હતું કે, મંગળવારની હરાજીમાં રાજ્યના દેવાની કિંમત 0.05 ટકા વધીને 7.46 ટકા થઈ હતી.

આ કારણે છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યોએ લોન વધારવા માટે સરેરાશ 7.41 ટકા વ્યાજ ચૂકવવું પડ્યું. તેમણે તેમની નોંધમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની 10 વર્ષની મુદતની સિક્યોરિટીઝ પરની ઉપજ 0.34 ટકાથી ઘટીને 0.32 ટકા થઈ છે.
સરકાર સ્ટાર્ટઅપને સુવિધા આપવા માંગે છે, રેગ્યુલેટર નહીં બને - સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર સ્ટાર્ટઅપ્સને સુવિધાઓ આપવા માંગે છે. તેનો નિયમનકાર બનવાનો કોઈ ઈરાદો નથી.
સ્ટાર્ટઅપ 20 સમિટમાં ગોયલે જણાવ્યું હતું કે, ભારત સ્ટાર્ટઅપની દુનિયાને ખાસ તક આપી રહ્યું છે. અહીંથી જે સંદેશો મળવો જોઈએ, તે એ છે કે, તમામ 22 સહભાગી દેશોની સંયુક્ત પ્રતિબદ્ધતા એ છે કે સરકારો સ્ટાર્ટઅપના કામમાં અવરોધ નહીં મૂકે.
હેવલેટ પેકાર્ડ ભારતમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે : વૈષ્ણવ - અમેરિકન હાર્ડવેર નિર્માતા હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઇઝિસ (HP) સર્વર બનાવવા માટે ભારતમાં 4-5 વર્ષમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ માટે તેમણે VVDN ટેક્નોલોજીસ સાથે પ્રારંભિક કરાર કર્યો છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, PLI યોજના હેઠળ, HP એન્ટરપ્રાઇઝે ભારતમાં અદ્યતન પ્રકારના સર્વર બનાવવા માટે સંમતિ આપી છે. નવેમ્બરથી ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે.
ગો ફર્સ્ટની સેવા 10 જુલાઈ સુધી સસ્પેન્ડ - રોકડની કટોકટીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટે મંગળવારના રોજ 10 જુલાઈ સુધી ઉડ્ડયન સેવા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. એરલાઇન્સ, જે નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે, તેમણે 3 મેના રોજ ઉડ્ડયન બંધ કરી દીધું હતું અને ત્યારથી તેમણે રદ્દ કરવાની તારીખ ઘણી વખત લંબાવી છે.
નાણા પ્રધાન સરકારી બેંકના વડાઓ સાથે બેઠક કરશે - નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારના રોજ સરકારી બેંકોના વડાઓ સાથે તેમની નાણાકીય કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. 2022-23ના નાણાકીય પરિણામોની જાહેરાત પછી આ પ્રથમ સમીક્ષા બેઠક છે. ગયા નાણાકીય વર્ષમાં આ બેંકોએ 1.04 લાખ કરોડનો રેકોર્ડ નફો કર્યો હતો.
કિયાએ 14 જુલાઈથી સેલ્ટોસ બુકિંગ શરૂ કર્યું - કિયા ઈન્ડિયાએ મંગળવારના રોજ મધ્યમ કદની SUV સેલ્ટોસનું અપડેટેડ વર્ઝન લૉન્ચ કર્યું. તેનું બુકિંગ 14 જુલાઈથી શરૂ થશે. કિયા ઈન્ડિયાના MD-CEO, તાઈ જિન પાર્કે જણાવ્યું હતું કે, અમે ભારતીય બજારમાં અમારો હિસ્સો વધારીને 10 ટકા કરવા માંગીએ છીએ.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
