Business News : ફરી બહાર પાડશે 500 રૂપિયાથી મોટી નોટ? જાણો RBIની અપડેટ
Business News : ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ 2000ની તમામ નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ નોટ વર્ષ 2016માં નોટબંધી બાદ જાહેર કરવામાં આવી હતી. જોકે, 2000ની નોટો બેન કરવામાં આવી નથી. એનો મતલબ એ છે કે, તમે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં રહેશે.
આ પછી પણ આ નોટો ચલણમાં રહેશે. કારણ કે, આ મામલે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન સવાલ ઉઠી રહ્યો છે કે, શું 500 રૂપિયાથી મોટી નોટ ફરીથી જાહેર કરવામાં આવશે. આના જવાબમાં આરબીઆઈના પ્રથમ ગવર્નર આર ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતને 500થી વધુ મોટી નોટોની જરૂર નથી.

500થી મોટી નોટની જરૂર નથી - RBIના પૂર્વ ગવર્નર આર ગાંધીએ પણ જણાવ્યું હતું કે, ભારતમાં જે રીતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે તે જોઈને લાગે છે કે, ભારતને મોટી નોટોની જરૂર નથી. સમય સાથે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં વધારો થયો છે અને તે સિવાય ભારતમાં ફુગાવો ઓછો છે. આ જોતાં ભારતમાં મોટી નોટો બહાર પાડવાની જરૂર નથી.
2000ની નોટ ચલણમાંથી બહાર કેમ કરાઇ? - ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વિચારસરણી શરૂઆતથી જ હતી કે, 2000 રૂપિયાની નોટ ખાસ સંજોગોમાં અસ્થાયી વ્યવસ્થા છે. ખાસ કરીને ગરીબો માટે વ્યવહાર કરવો વ્યવહારુ નથી. આ નોટને લાંબા સમય સુધી ચલણમાં રાખવાથી કાળા નાણાને પ્રોત્સાહન મળત, કરચોરીની લાલચ આવી હોત. તેથી 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જનહિત અને દેશના હિતમાં છે.
2000ની નોટ કેવી રીતે બદલી શકાય? - નોંધનય છે કે, વર્ષ 2016માં નોટબંધી સમયે નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ હતા. હવે બેંક 2000ની નોટ નહીં આપે. 2000ની 10 નોટ એક સમયે બેંકમાં જમા કરાવી શકાય છે. બેંક તેના બદલામાં 20,000 રૂપિયાની બીજી નોટ આપશે.
વિપક્ષોએ સરકારને ઘેરી - બીજી તરફ રાજકારણના ગલિયારામાં 2000 રૂપિયાની નોટને લઈને વળતા પ્રહારોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ ઘણા લોકોને લાગે છે કે, સરકારનો 2000ની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય ભ્રષ્ટાચારને રોકવા માટે છે. આ દરમિયાન સામાન્ય નાગરિકો બેંકોમાં 2000ની નોટ જમા કરાવવા દરેક શહેરો સુધી પહોંચવા લાગ્યા છે, જેથી નોટો સરળતાથી બદલી શકાય અથવા બેંકોમાં જમા કરાવી શકાય.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સરકારને સવાલ કરતા કટાક્ષ કર્યો છે કે, શું તે ખોટા નિર્ણય પર પડદો પાડી રહ્યો છે? પ્રથમ નોટબંધીએ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું. નોટબંધીને કારણે કરોડો નોકરીઓ જતી રહી. જ્યાં એક તરફ સરકારના કહેવા પ્રમાણે, જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રહારો ચાલુ છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.












Click it and Unblock the Notifications
