For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા બ્લોક્સની પુન: ફાળવણી અંગે કેબિનેટમાં વટહુકમ પસાર, કોલ સેક્ટરના શેર્સમાં તેજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓક્ટોબર : કોલસા બ્લોક ફાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર વટહુકમ લાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સંદર્ભમાં પત્રકારોને જણાવ્યું કે સરકારે કોલસા બ્લોક ફાળવણી રદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પડતર મુદ્દાઓના સમાધાન માટે રાષ્ટ્રપતિ સમક્ષ વટહુકમ લાવવાની ભલામણ કરી છે.

arun-jaitaly-1

તેમણે જણાવ્યું કે ફાળવણી રદ કરવાથી પ્રભાવિત કોલસા ખાણોમાં ખોદકામ નહીં થવાથી વીજળી, લોખંડ, સિમેન્ટ વગેરે ક્ષેત્રો માટે સમસ્યા ઉભી થઇ શકે છે. કોલસા બ્લોકની ફાળવણી સરકારી ક્ષેત્રની કંપનીઓ એનટીપીસી અને રાજ્ય વીજળી બોર્ડોને કરવામાં આવશે.

આ સાથે જ તેમણે જણાવ્યું કે ખાનગી ક્ષેત્રમાં કોલસાનું વાસ્તવિક રૂપથી ઉપયોગ કરવાની લોખંડ, સિમેન્ટ અને વીજળી કંપનીઓને ફાળવવામાં આવનારી કોલસા ખાણોની ઇ-લિલામી કરવામાં આવશે.

English summary
Cabinet clears ordinance for re allocation of coal blocks, Coal sector may rise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X