કારના ભાવ જાન્યુઆરીથી 20,000 જેટલા વધશે

મારૂતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ)એ કીધું છે કે તે પોતાના બધા જ કાર મોડેલ્સની કિંમતમાં રૂપિયા 20,000 સુધીનો વધારો કરશે. ટોયોટા કિર્લોસ્કર કંપનીએ પણ જણાવ્યું છે કે તે પોતાની બધી જ કાર્સની કિંમતમાં એક થી બે ટકા સુધીનો વધારો કરશે.
આ ઉપરાંત અન્ય કાર કંપનીઓ હોન્ડા કાર્સ ઇન્ડિયા અને ફોક્સવેગન ઇન્ડિયાએ પણ કહ્યું કે તેઓ પણ કાર્સની કિંમત વધારવાની દિશામાં વિચાર કરી રહી છે. જો કે કિંમત વધારવા સંબંધિત બારીકાઇને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
કંપનીઓએ જાન્યુઆરીથી કાર્સના ભાવ વધારવાના કારણ અંગે જણાવ્યું કે નાણાના મૂલ્ય અને ફુગાવામાં વધારા-ઘટાડાને પગલે કંપનીઓ પર વધી રહેલા દબાણને કારણે આવું પગલું ભરવા જઇ રહી છે. આ કારણે નવા વર્ષમાં ભાવ વધારો કરશે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયાના સીઇઓ(માર્કેટિંગ એન્ડ સેલ્સ) મયંક પરીખે જણાવ્યું કે "અમારી કારોની કિંમત વધશે. આ વધારો કાર્સના મોડેલ પર આધાર રાખશે. આ વધારો રૂપિયા 20,000 સુધીનો હોઇ શકે છે. કંપની હાલ મારૂતિ 800થી લઇને આયાત કરવામાં આવી રહેલી કિજાશી જે 2.09 લાખથી 17.52 લાખ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે તેની કિંમતોમાં વધારો કરશે."












Click it and Unblock the Notifications
