For Daily Alerts

ડિયાજીઓના ભારતીય મૂળના CEOને 105 કરોડનું પેકેજ
લંડન, 19 ઓગસ્ટ : શરાબના કારોબાર સાથે સંકળાયેલી વૈશ્વિક કંપની ડિયાજીઓ પીએલસીએ ભારતીય મૂળના પોતાના નવનિયુક્ત મુખ્ય કાર્યપાલક (સીઇઓ) ઇવાન મેન્જેસને 1.09 કરોડ બ્રિટિશ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 105 કરોડનું વાર્ષિક વેતન ચૂકવવાનો પ્રસ્તાવ મજૂર કર્યો છે.
મેન્જેસ પાછલા 13 વર્ષથી ડિયાજીઓ સાથે જ કામ કરી રહ્યા છે. તેમને મુખ્ય પરિચાલન અધિકારી (સીઓઓ) તરીકે 30 જૂન, 2013ના રોજ સમાપ્ત પાછલા નાણાકીય વર્ષમાં 78 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 75 કરોડનું વાર્ષિક વેતન પેકેજ મળ્યું હતું.
આ અંગે ડિયાજીઓએ પોતાની સત્તાવાર પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે પદોન્નત કર્યા બાદ તેમનું મૂળ વેતન 8.6 ટાક વધારીને 10 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 9.6 કરોડ કરવામાં આવ્યું છે. અન્ય સુવિધાઓ અને ભથ્થાં વગેરે તરીકે તેમને 99 લાખ પાઉન્ડ એટલે કે રૂપિયા 95 કરોડ રૂપિયા વાર્ષિક ધોરણે મળશે.
Comments
English summary
CEO of Indian origin will in Diageo will get package of 105 crore
Story first published: Monday, August 19, 2013, 13:34 [IST]