For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમે ભારતમાં રોકાણ કરવા અમેરિકાને આહ્વાન કર્યું

|
Google Oneindia Gujarati News

chidambaram
વૉશિંગ્ટન, 11 જુલાઇ : ભારતના નાણા પ્રધાન પી ચિદ્મ્બરમે અમેરિકાની કંપનીઓને ભારતમાં મેન્યુપેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું આમંત્રણ આપ્યું છે. વૉશિંગ્ટનમાં અમેરિકાના ઉદ્યોગપતિઓ અને સાંસદો સાથેની બેઠક દરમિયાન ચિદમ્બરમે જણાવ્યું કે ભારતની નીતિઓ વિકાસોન્મુખી છે. તેને ધ્યાનમાં રાખીને અમેરિકાની કંપનીઓ ભારતમાં રોકાણ કરે.

અમેરિકા - ભારત કારોબારી પરિષદના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે ચાર દિવસની અમેરિકા યાત્રા પર વૉશિંગ્ટન પહોંચેલા ચિદમ્બરમે અમેરિકાના કોર્પોરેટ ક્ષેત્રને ભારતમાં નોંધપાત્ર સ્તરે રોકાણ કરવાનો અનુરોધ કર્યો હતો સાથે તેમણે ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે પણ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે "ભારતને વિશાળ ઔદ્યોગિક અર્થતંત્ર બનાવવા માટે બંને દેશોના પારસ્પરિક હિતમાં છે કે ભારતમાં રોકાણ કરવામાં આવે." આ બેઠકમાં માઇક્રોસોફ્ટ, લૉકહિડ માર્ટિન, બોઇંગ અને ઇન્ટરનેશનલ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન જેવી કંપનીઓના અગ્રણી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ લીડર્સે હસ્તાંતરણ અને એફડીઆઇ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.

આ સામે ચિદમ્બરમે ઉદ્યોગપતિઓ અને સાંસદોને અનેક ક્ષેત્રોમાં એફડીઆઇની સીમા વધારવા માટે રચવામાં આવેલી અરવિંદ માયારામ સમિતીની ભલામણો અને સિફારિશોને લાગુ કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારત રોકાણકારો માટે પારદર્શી, નિષ્પક્ષ અને ભેદભાવ વગરનું વાતાવરણ પ્રદાન કરવા માટે ઉત્સુક છે.

English summary
Chidambaram urged United States to invest in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X