For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની વપરાશમાં ભારતને પાછળ છોડી દેશે ચીન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓગસ્ટ : સોનાના ભાવમાં આવેલી વૈશ્વિક મંદીના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં સોનાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિષ્ણાતોના મત પ્રમાણે સોનામાં આ પ્રમાણેની મંદી ચાલુ રહેશે તો ભારતની ખરીદી ઘટી શકે છે અને આ વર્ષે સોનાની વપરાશમાં ચીન ભારતને પાછળ પાડીને આગળ નીકળી જાય તેવી શક્યતા છે.

સોનામાં 12 વર્ષની તેજી પછી છેલ્લા કેટલાક સમયથી ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી સમગ્ર ભારત સહિત ચીનમાં પણ સોનાની વપરાશમાં ઘટાડો થયો છે. ચીન ગોલ્ડ એસોસિયેશન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રથમ છ મહિનાના સમયમાં સોનાનો ઉપયોગ 706.36 ટન નોંધવામાં આવ્યો છે, જે પાછલા વર્ષના સમાનગાળાની સરખામણીએ 54 ટકા વધુ છે.

gold-bar-coin

પાછલા વર્ષે ચીનમાં સોનાની કુલ વાર્ષિક ખપત 832.18 ટન અને પ્રથમ છ માસિક ગાળામાં 460 ટન સોનાની ખપત થઈ હતી. નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમણે ચીન સોનાની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થયો હોવાથી તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને ભવિષ્યની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને હાલ સોનાની ખરીદી વધારી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણે ચીનમાં આ વર્ષે સોનાનો વાર્ષિક વપરાશ 1,000 ટનની સપાટી વટાવી શકે છે અને તે ભારતનું સૌથી વધુ સોનાની વપરાશનું બિરુદ છીનવી શકે છે.

English summary
China expected to leave behind India in Gold consumption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X