For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન ગુજરાતમાં ઔદ્યોગિક પાર્ક બનાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓગસ્ટ : ભારત ચીન સાથે મળીને ચીનની કંપનીઓ માટે ભારતના પાંચ રાજ્યોમાં ઔદ્યોગિક એકમો સ્થાપવા અંગે વિચાર કરી રહ્યો છે. આ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબત ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઇદ અકબરુદ્દીને પત્રકારોને જણાવી હતી.

આ પહેલા માહિતી મળી હતી કે ચીન ઉત્તરપ્રદેશમાં એક ઔદ્યોગિક પાર્ક બનાવવા માંગે છે. હવે એવા પણ અહેવાલ મળ્યા છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત ચીન હવે આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ઔદ્યોગિક પાર્ક બનાવવાની ઇચ્છા ધરાવે છે. આ માટે ચીને તૈયારી બતાવી છે.

bjp-come-in-power-with-majority

આ બાબત અંગે સૌ પ્રથમ દરખાસ્ત ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શીદની વિગટામાં ગત મે મહિનામાં યોજાયેલી પેઇચિંગ યાત્રા સમયે આવી હતી. તે સમયે કહેવામાં આવ્યું હતું કેઆ પ્રકારે બંને દેશ પોતાના વેપારમાં જોવા મળી રહેલા અસંતુલનને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે સમયે જ વિચાર આવ્યો હતો કે જે ચીની કંપનીઓ ભારતમાં પોતાનો ઇલોક્ટ્રોનિક માલ સપ્લાય કરે છે, એ કંપનીઓ ભારતમાં ચીન દ્વારા શરૂ કરવામાં આવનારા ઔદ્યોગિક પાર્કમાં પોતાના સર્વિસ સેન્ટર ખોલી શકે છે. આમ કરવાથી તેઓ વધારે સારી સેવા પૂરી પાડી શકશે.

English summary
China will set up Industrial Park in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X