For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્ટેન્ટ મોડરેશન બિઝનેસ સમાપ્ત કરતાં Cognizant કંપનીમાં 7000 સિનિયર્સની નોકરી પર લટકી તલવાર

કન્ટેન્ટ મોડરેશન બિઝનેસ સમાપ્ત કરતાં Cognizant કંપનીમાં 7000 સિનિયર્સની નોકરી પર લટકી તલવાર

|
Google Oneindia Gujarati News

ફેસબુક પર વાંધાજનક કંટેટની દેખરેખ રાખતી કંપની કૉગ્નિજેંટે ફેસબુક સાથે પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાનો ફેસલો લીધો છે, કંપનીના આ ફેસલાથી કંપનીમાં મોટી સંખ્યામાં લોકો નોકરી ગુમાવી શકે છે. રિપોર્ટ્સ મુજબ આગામી કેટલાક ક્વાર્ટરમાં કૉગ્નિજેંટ 7000 કર્મચારીઓની છૂટ્ટી કરવા જઈ રહી છે. સાથે જ કંપની કંટેન્ટ મોડરેશન બિઝનેસને અલવિદા કહેવાની તૈયારી કરી રહી છે. કંપનીના આ ફેસલાથી વધુ 6000 કર્મચારીઓની નોકરી પર અસર પડશે.

Cognizant

કંપનીના હેડક્વાર્ટરમાં પોસ્ટ અર્નિંગ કોન્ફ્રેન્સ દરમિયાન વિશ્લેષકો સાથે વાત કર્યા બાદ કંપની તરફથી કહેવામાં આવ્યું કે તેઓ પોતાના 10થી 12000 મધ્યમથી વરિષ્ઠ શ્રેણીના કર્મચારીઓને નોકરીથી બહાર કરશે. જે બાદ તેમાંથી 5000 નવા કર્મચારીઓને નવા કૌશળ્ય સાથે ફરીથી કંપનીમાં રાખવામાં આવશે. કંપનીના એક્ઝિક્યૂટિવ તરફથી કહેવમાં આવ્યું કે કંપનીના આ ફેસલાથી 5000-7000 લોકોની નોકરી જાશે જે કંપનીના 2 ટકા કર્મચારી છે.

કૉગ્નિજેંટ ફેસબુક જેવી મોટી કંપનીઓ માટે કંટેન્ટ મોડરેશનનું પણ કામ કરે છે. પરંતુ હવે કંપનીએ આ બિઝનેસને અલવિદા કહેવાનું એલાન કર્યું છે. કંપનીનું માનવું છે કે આ કામથી કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ફરક પડે છે જેના કારણે કંપની આ કામ બંધ કરવા જઈ રહી છે. કંટેન્ટ મોડરેશનનો બિઝનેસ બંધ કરવાના કારણે દુનિયાભરમાં કંપનીના 6000 કર્મચારીઓની નોકરી ચાલી જશે. જો કે કંપનીએ પોતાના અન્ય સહયોગિઓ સાથે આ કર્મચારીઓને બીજી ભૂમિકા આપવા વિકલ્પ શોધશે, જેથી આ કર્મચારીઓને ફરીથી નોકરી મળી શકે.

કંપનીના એક્ઝિક્યૂટિવે કહ્યું કે 'આ બિઝનેસમાંથી બહાર નિકળવાના કારણે વિશ્વભરમાં 6000 પોસ્ટ પર અસર પડશે, તેમછતાં કંપની વૈકલ્પિક વિક્રેતાઓમાં ભૂમિકાને સ્થાનાંતરિત કરવાની રીતો અન્વેષણ કરવા માટે તેના ભાગીદારો સાથે કામ કરવાનો ઇરાદો ધરાવે છે, જેનાથી સહયોગીઓને અસર ઘટે છે.' આ બિઝનેસમાંથી બહાર નિકળવાથી કંપનીના કોમ્યુનિકેશન, મીડિયા અને ટેક્નોલોજી સેગમેન્ટના રેવન્યૂમાં પણ અસર થશે.

ઉલ્લેખનીય છે કે કૉગ્નિજેંટ માટે હૈદરાબાદમાં 500 કર્મચારી કામ કરતા હતા. આ લોકોનું મુખ્ય કામ ફેસબુક પર વાંધાજનક વીડિયો, અમર્યાદિત ભાષા, સંવેદનશીલ કંટેન્ટ પર નજર રાખવાનું હતું. ન માત્ર ફેસબૂક બલકે ગૂગલ, ટ્વિટર સહિત તમામ પ્લેટફોર્મ પર પણ આવા પ્રકારની સામગ્રી હટાવવાનું કૉગ્નિજેંટ કામ કરતી હતી. પરંતુ કંપનીનું માનવું છે કે આ કામ તેમની રણનૈતિક દ્રષ્ટિ મુજબ નથી, જેથી તેઓ આ બિઝનેસથી બહાર નિકળવા માંગે છે.

<strong>નોટબંધી બાદ બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે મોદી સરકાર, હવે ગોલ્ડ પર છે નજર</strong>નોટબંધી બાદ બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે મોદી સરકાર, હવે ગોલ્ડ પર છે નજર

English summary
Cognizant will remove a number of mid-to-senior employees, and redeploy about 5000 of those impacted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X