LPG Gas Cylinder: કૉમર્શિયલ ગેસ સિલિન્ડર થયુ સસ્તુ, ભાવમાં 171.50 રુપિયાનો ઘટાડો
LPG Gas Cylinder Price: ઈંધણ કંપનીઓએ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજથી કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1856.50 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે ઈંધણ કંપનીઓએ અગાઉ ગયા મહિને પણ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. ગયા મહિને 1 એપ્રિલે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, 1 માર્ચે ઈંધણ કંપનીઓએ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કર્યો હતો, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. 1 જાન્યુઆરીએ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
