For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીનો ટ્રિપલ એટેક, પેટ્રોલ-ડીઝલ પછી ફરીથી વધ્યા CNG-PNGના ભાવ

બુધવારે સામાન્ય જનતા પર મોંઘવારીનો ટ્રિપલ એટેક થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બુધવારે સામાન્ય જનતા પર મોંઘવારીનો ટ્રિપલ એટેક થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ એક વાર ફરીથી દિલ્લીમાં સીએનજી અને મુંબઈમાં પીએનજીના ભાવ વધી ગયા છે. વધેલી કિંમતો રાતે 12 વાગ્યા પછી લાગુ પણ થઈ ગઈ છે.

સીએનજીના ભાવમાં 2.5 રૂપિયાનો વધારો

સીએનજીના ભાવમાં 2.5 રૂપિયાનો વધારો

તમને જણાવી દઈએ કે આજે દિલ્લીમાં સીએનજીના ભાવમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ સીએનજીના રેટ 66.61 રુપિયા કિલોગ્રામ પહોંચી ગયા છે. જ્યારે નોઈડામાં છેલ્લા 48 કલાકમાં સીએનજીની કિંમતમાં લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ હવે અહીં સીએનજીની કિંમત 69.18 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને ગુરુગ્રામમાં તેની કિંમત 72.45 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.

મુંબઈમાં PNGના ભાવ વધ્યા

મુંબઈમાં PNGના ભાવ વધ્યા

જ્યારે મુંબઈમાં પીએનજીના ભાવોમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પીએનજીનો ઉપયોગ ઘરેલુ સાથે-સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિત ખપત બંને માટે કરવામાં આવે છે. સીએનજીની કિંમતમાં વૃદ્ધિથી ઉભરવા માટે ઓલા જેવા ટેક્સી ચાલકોના કામ પર અસર પડી રહી છે.

લોકો પરેશાન

લોકો પરેશાન

નવી દિલ્લીમાં એક કેબ ચાલકે મૂલ્ય વૃદ્ધિ બાદ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યુ, 'સીએનજીની કિંમતમાં વધારાને જોતા, અમે મુસાફરો માટે કેબના એર કંડીશનરને ચાલુ કરવાના પક્ષમાં નથી. વધેલી કિંમતોએ અમારા બજેટને પ્રભાવિત કર્યુ છે.'

દિલ્લીમાં 105.41 રૂપિયા પ્રતિ લિટર થયુ પેટ્રોલ

દિલ્લીમાં 105.41 રૂપિયા પ્રતિ લિટર થયુ પેટ્રોલ

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના રેટ આજે પણ વધી ગયા છે. બુધવારે ફરીથી ઈંધણના ભાવોમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે ક્રમશઃ 105.41 રૂપિયા પ્રતિ લિટર અને 96.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વધતી મોંઘવારીએ આમ આદમીને પરેશાન કરી દીધા છે ત્યારે વિપક્ષ આના માટે કેન્દ્ર સરકારને જવાબદારી ગણાવી રહ્યુ છે. કોંગ્રેસ મોંઘવારી સામે દેશવ્યાપી 'મોંઘવારી મુક્ત ભારત અભિયાન' ચલાવી રહ્યુ છે જે હેઠળ તે 7 એપ્રિલ સુધી દેશભરમાં રેલીઓ અને માર્ચ કાઢશે.

English summary
Compressed Natural Gas (CNG) and Piped Natural Gas (PNG) prices increased. Know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X