કોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBI

કોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBI

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ કરી. RBI ગવર્નરે આ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે કોરોના વાયરસ મહાસંકટના કારણે લથડીયાં ખાઈ રહેલ અર્થવ્યવસ્થા પર થઈ રહેલી અસર પર નજર બનાવી રાખી છે, ડગલેને પગલે ફેસલા લેવામાં આવી રહ્યા છે.

shaktikant das

તેમણે કહ્યું કે હાલ 150થી વધુ અધિકારી સતત ક્વારંટાઈન થઈને પણ કામ રી રહ્યા છે અને દરેક સ્થિતિથી નિપટવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આઈએમએફે આ વાનું અનુમાન લગાવ્યું કે દુનિયામાં સૌથી મોટી મંદી આવનાર છે, જે ખતરાની ઘંટડી છે. તેમણે કહ્યું કે કોરોના સંકટના કારણે ભારતની જીડીપી 1.9 ટકા ગતિથી વધશે, જી20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરના નુકસાનનું અનુમાન છે.

લૉકડાઉન અને કોરોના વાયરસના કારણે દેશની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે. ઈકોનોમીની સ્થિતિમાં સુધારા માટે લોકોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી મોટા રાહત પેકેજની ઉમ્મીદ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અગાઉ 27 માર્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાત દાસે રાહતનું એલાન કરતા રેપો રેટમાં 0.75 ટકાની કટોતીની ઘોષણા કરી હતી. રેપો રેટમાં કટોતી કરી વ્યાજ દરને ઘટાડી 4.40 ટકા કરી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X