
ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની અસર, મૂડીઝે વિકાસદર ઘટાડીને કર્યો 5.4%
ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાની ગતિ ખૂબ જ સુસ્ત રહેવાની સંભાવના વ્યક્ત કરીને સોમવારે જીડીપી વિકાસદર અનુમાનમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ (2019-20) માટે જીડીપી વિકાસ દર અનુમાનને 6.6% થી ઘટાડીને 5.4% અને આગલા નાણાકીય વર્ષ (2020-21)ના વિકાસદર અનુમાનને 6.7% થી ઘટાડીને 5.8% કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોના વાયરસના પ્રકોપથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડી છે. ચીનમાં કોરોના વાયરસથી રવિવારે 142 વધુ લોકા મોત થયા છે. આનાથી મૃતકોની કુલ સંખ્યા 1775 થઈ ગઈ છે.
રેટિંગ એજન્સીએ કહ્યુ કે હાલમાં આવેલા નાણાકીય આંકડાં સુધારો દેખાયો જે દર્શાવે છે કે અર્થવ્યવસ્થા આગળ વધીને પાટા પર પાછી આવી શકે છે. એજન્સીએ કહ્યુ કે, ચાલુ નાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો દેખાવો શરૂ થઈ શકે છે પરંતુ તેની ગતિ પહેલાના અનુમાનની તુલનામાં ઓછી હશે. મૂડીઝે કહ્યુ, હાલના પીએમઆઈ જેવા આંકડાઓથી એ તો માલુમ પડે છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવી છે અને વર્તમાન ત્રિમાસિકમાં સુધારો થવા લાગ્યો છે પરંતુ અમને લાગે છે કે હવે સુધારો પહેલાની અપેક્ષાએ ધીમી ગતિએ થશે માટે અમે અમારુ ગ્રોથ અનુમાન 2020 માટે 5.4% અને 2021 માટે 5.8% કરી દીધુ છે.
સરકારી આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2019-20)ના બીજા ત્રિમાસિકમાં જીડીપી 4.5% પર પહોંચી ગયુ હતુ. આ છ વર્ષનો સૌથી મોટો ઘટાડો રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બરના આ આંકડા પહેલા ત્રિમાસિકના જીડીપીથી પણ ઓછા હતા. પહેલા ત્રિમાસિકમાં જીડીપી 5% નોંધવામાં આવ્યુ હતુ. વળી, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય(NSO)એ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2019-20માં જીડીપી ગ્રોથ માત્ર 5% રહેવુ અનુમાન લગાવ્યુ છે. આ વર્ષે 2008ના આંતરરાષ્ટ્રીય મંદીના દોર બાદનો સૌથી ઓછો જીડીપી ગ્રોથ થઈ શકે છે.
આ પણ વાંચોઃ મોહન ભાગવતના ડિવોર્સવાળા નિવેદન પર સોનમ કપૂરઃ આ મૂર્ખામીભર્યુ અને પછાત વિચારોવાળુ