ડેબિટ કાર્ડ વગર ગૂગલ પે પર બનાવો UPI એકાઉન્ટ, નવુ ફિચર્સ લોન્ચ
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ગૂગલ પેએ તેના યુઝર્સને મોટી રાહત આપી છે. નવા ફીચર્સ લોન્ચ કરતાં તેમણે કહ્યું કે હવે UPI એકાઉન્ટ બનાવવા માટે ડેબિટ કાર્ડની જરૂર નથી. આ માહિતી આપતાં કંપનીએ કહ્યું કે યુઝર્સ ડેબિટ કાર્ડ વગર UPI એકાઉન્ટ બનાવી શકે છે.

આ નવા ફીચરની મદદથી યુઝર્સ હવે UPI પિન બનાવીને ડેબિટ કાર્ડ વગર ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ માટે યુઝર્સ માટે આધાર નંબર હોવો ફરજિયાત છે. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે મોબાઈલ નંબર, આધાર નંબર અને બેંક એકાઉન્ટ તમારી સાથે લિંક હોવા જોઈએ. જો ત્રણેય વસ્તુઓ લિંક હોય તો તમે ડેબિટ કાર્ડ વગર UPI એકાઉન્ટ બનાવી શકો છો.
Google Pay વપરાશકર્તાઓને ફક્ત આધાર નંબર અને મોબાઇલ નંબરની જરૂર છે. આ સાથે આ આધાર નંબર પણ બેંક સાથે લિંક હોવો જોઈએ. આ પછી ડેબિટ કાર્ડ વિના યુઝર્સ ગૂગલ પે ચલાવી શકશે.
સૌથી પહેલા મોબાઈલમાં ગૂગલ પે એપ ઓપન કરો. ત્યારબાદ UPI ઓનબોર્ડ વિકલ્પ પર ક્લિક કરો. આધાર કાર્ડના 6 અંક દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે. તમે OTP દાખલ કરતાની સાથે જ એકાઉન્ટ બની જશે. આ પછી તમારી અનુકૂળતા મુજબ પિન સેટ કરો. પિન સેટ કર્યા પછી, તમે સરળતાથી વ્યવહારો કરી શકશો.












Click it and Unblock the Notifications
