Cryptocurrency માર્કેટમાં ભારે ગિરાવટ, જાણો કયા કોઈન સૌથી સસ્તા થયા
Cryptocurrency માર્કેટમાં ભારે ગિરાવટ, જાણો કયા કોઈન સૌથી સસ્તા થયા
ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ આજકાલ ખુબ ચર્ચામાં છે. લોકોએ તેને જલદી અમીર બનવાનો સૌથી સહેલો રસ્તો સમજી લીધો હતો. પરંતુ અચાનક દુનિયાભરના કેટલાય દેશોની સરકારે સખ્તાઈ બતાવતાં બિટકોઈનથી લઈ ક્રિપ્ટો કરેન્સીના રેટ એકદમ ધડામ થઈ ગયા છે. જો કે કેટલીય ક્રિપ્ટો કરેન્સીના રેટ હજી પણ ઉપર જઈ રહ્યા છે. કેટલીક ક્રિપ્ટો કરન્સી તો એવી છે, જેના રેટ 2 ડોલર એટલે કે 150 રૂપિયાથી પણ ઓછા છે, અને સારું રિટર્ન આપ્યું છે. એવામાં આવો જાણીએ કે હાલ બિટકોઈન સહિત વિવિધ ક્રિપ્ટો કરન્સીના લેટેસ્ટ રેટ શું છે...

બિટકોઈન ક્રિપ્ટો કરન્સી
બિટકોઈન ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર રેટ 48,659.81 ડોલરનો ચાલી રહ્યો છે. જેમમાં હાલ 0.61 ટકાની ગિરાવટ છે. આ રેટ પર બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 914.81 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 49,649.50 ડોલર અને ન્યૂનતમ કિંમત 48,406.20 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત ચે તો ગત એક વર્ષમાં બિટકોઈન ક્રીપ્ટો કરન્સીએ 70.13 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 64,829.14 ડોલર રહી છે.

એથેરિયમ ક્રિપ્ટો કરન્સી
એથેરિયમ ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનનડેસ્ક પર રેટ 3229.64 ડોલરનો ચાલી રહ્યો છે. જેમાં હાલ સમયે 0.47 ટકાની ગિરાવટ છે. આ રેટ પર એથેરિયમ ક્રિપ્ટો કરેન્સીની માર્કેટ કેપ 378.43 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન એથેરિયમ ક્રિપ્ટો કરન્સીની અધિકતમ કિંમત 3286.51 ડોલર અને ન્યૂનતમ કિંમત 3214.41 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં એથેરિયમ ક્રિપ્ટો કરેન્સીએ 338.44 ટકાનું રિટર્ન આપ્યું છે. એથેરિયમ ક્રિપ્ટો કરેન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 4382.73 ડોલર રહી છે.

એક્સઆરપી ક્રિપ્ટો કરન્સી
એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર રેટ 1.14 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 2.24 ટકાની ગિરાવટ છે. આ રેટ પર એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 144.39 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 1.18 ડોલર અને ન્યૂનતમ કિંમત 1.13 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીએ 423.82 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.40 ડોલર રહી છે.

કાર્ડાનો ક્રિપ્ટો કરન્સી
કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનડેસ્ક રેટ 2.80 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 1.47 ટકાની ગિરાવટ છે. આ રેટ પર કાર્ડાનો ક્રિપ્ટો કરેન્સીની માર્કેટ કેપ 90.44 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન કાર્ડાનો ક્રિપ્ટો કરેન્સીની અધિકતમ કિંમત 2.88 ડોલર અને ન્યૂનતમ કિંમત 2.78 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીએ 1476.95 ટકાનું રિટર્ન આપ્યું છે. કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 2.47 ડોલર રહી છે.

ડોગકોઈન ક્રિપ્ટો કરન્સી
ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર રેટ 0.284543 ડોલરનો ચાલી રહ્યો છે. જેમાં હાલ 2.60 ટકાની ગિરાવટ છે. આ રેટ પર ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 37.25 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીની અધિકમત કિંમત 0.29 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.28 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં ડોગકોઈન ક્રિપ્ટો કરેન્સીએ 6012.36 ટકાનું રિટર્ન આપ્યું છે. ડોગકોઈન ક્રિપ્ટો કરેન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 0.740796 ડોલર રહી છે.












Click it and Unblock the Notifications
