Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BSNL નેટવર્ક પર સ્વિચ કરનારા ગ્રાહકોને મળશે 5 GB ફ્રી ડેટા, આ છે ઓફર

વર્તમાન ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરમાંથી સરકારી કંપની BSNLના નેટવર્ક પર સ્વિચ કરશે, ત્યારે તેમને મફત 5 GB ડેટા પ્રદાન કરવાનું વચન આપ્યું છે. આ ફ્રી ડેટા 30 દિવસ માટે માન્ય રહેશે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) કંપનીએ યુઝર્સ જ્યારે વર્તમાન ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરમાંથી સરકારી કંપની BSNLના નેટવર્ક પર સ્વિચ કરશે, ત્યારે તેમને મફત 5 GB ડેટા પ્રદાન કરવાનું વચન આપ્યું છે. આ ફ્રી ડેટા 30 દિવસ માટે માન્ય રહેશે.

BSNL

BSNL કંપનીના હાલના યુઝર બેઝને વધારવાના ઉદ્દેશ્ય સાથે નવી ઓફર રજૂ કરવામાં આવી છે. જો કે, યુઝર્સે BSNL કંપનીમાં સ્વિચ કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માન્ય કારણ આપવું પડશે અને કંપનીને તેનો પુરાવો પણ મોકલવો પડશે.

BSNL કંપનીએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે, ફ્રી ડેટા ઓફર ફક્ત નવા BSNL ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે, તે પણ 15 જાન્યુઆરી સુધી. ટેલિકોમ ઓપરેટર્સે એમ પણ જણાવ્યું છે કે, 5 જીબી ફ્રી ડેટા 30 દિવસ માટે માન્ય રહેશે.

ફ્રી ડેટા સુવિધાનો લાભ લેવા માટે, યુઝર્સે તેમના હાલના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરમાંથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નો ઉપયોગ કરીને BSNL પર સ્વિચ કરવું પડશે. એટલું જ નહીં, આ સિવાય કંપનીએ ઓફર માટે અન્ય શરતો પણ રજૂ કરી છે.

આ મફત 5 GB ડેટા લાભ મેળવવા માટે યુઝર્સે Twitter અને Facebook પર #SwitchToBSNL હેશટેગનો ઉપયોગ કરીને તેમની હાલની ટેલિકોમ કંપનીમાંથી BSNL પર સ્વિચ કરવા માટેનું માન્ય કારણ પણ શેર કરવું પડશે. આ ઉપરાંત તેઓએ BSNL ને સોશિયલ મીડિયા પર ટેગ કરવું પડશે અને તેમને અનુસરવું પડશે.

આ પછી યુઝર્સે તેમના ટ્વીટનો સ્ક્રીનશોટ મોકલવો પડશે અને તેમના નંબર પરથી ટેલિકોમ કંપનીને ડાયરેક્ટ મેસેજ દ્વારા અથવા વોટ્સએપ નંબર 9457086024 પર પોસ્ટ કરવાનો રહેશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તાજેતરના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે, BSNLએ ગયા વર્ષે ઓક્ટોબરમાં 23,000 થી વધુ ગ્રાહકો ગુમાવ્યા હતા. આવા સમયે કંપનીનો બજાર હિસ્સો સપ્ટેમ્બર સુધી કોઈ લાભ વગર 9.73 ટકા હતો.

ઉલ્લેખીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીએ હેપ્પી ન્યૂ યર ઓફરના ભાગ રૂપે તેના રૂપિયા 2,399 ના રિચાર્જ પ્લાન સાથે 90 દિવસ સુધીની વધારાની માન્યતા આપવાની જાહેરાત કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X