આજે ફરી સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

આજે ફરી સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. સત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 7 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 78.35 રૂપિયા અને ડીઝલ 78.23 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ પણ ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલની કિંમતમાં 10 પૈસા અને ડીઝલની કિંમતમાં 7 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.32 રૂપિયા પ્રતી લીટર અને ડીઝલ 74.85 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. અગાઉ જેવી રીતે સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા હતા તેનાથી નાગરિકો ભારે પરેશાન થયા હતા.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 10 પૈસા પ્રતિ લીટરદીઠ ઘટાડો થયો છે, અને ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 86.81 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 78.46 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને 27 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 81.44 અને ડીઝલની કિંમત 74.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

દિલ્હીના 300 પેટ્રોલ પંપ માલિકો હડતાળ પર

દિલ્હીના 300 પેટ્રોલ પંપ માલિકો હડતાળ પર

ઉલ્લેખનીય છે કે જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે મોદી સરકારે ટેક્સ ઘટાડ્યો હતો તે બાદ ભાવમાં ભારે ઘટડો જોવા મળ્યો હતો. પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આના પર વેટ ઘટાડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જે બાદ દિલ્હીના તમામ પેટ્રોલ પંપ માલિકો સોમવારે હડતાળ પર ઉતરી ગયા હતા અને આમ આદમી પાર્ટી સરકાર પાસેથી વેટ ઘટાડવાની માગણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X