
DA Hike : રાજ્ય સરકારે પણ આપી કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
DA Hike : કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ હવે ઝારખંડ સરકારે પણ પોતાના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. ઝારખંડ સરકારના મંત્રીમંડળ દ્વારા પોતાના સરકારી કર્મચારીઓ અને પેન્સનર્સ માટે મોંઘવારી ભથ્થુમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જુલાઇ, 2022થી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે
કે, આ મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો ઓક્ટોબરના પગારમાં આપવામાં આવશે. આ ગણિત મુજબ ઓકટોબરના પગાર સાથે ત્રણ મહિનાનું મોંઘવારી પણ કર્મચારીઓને મળશે.

એપ્રીલ 2022માં પણ મોંઘવારી ભથ્થામાં થયો હતો વધારો
મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે, સરકારના આ નિર્ણયથી 1.35 લાખ કર્મચારીઓ અનેપેન્શનરોને સીધો ફાયદો થશે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટ સચિવ વંદના દાડેલે જણાવ્યું હતું કે, આ નિર્ણય સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 34 ટકાથીવધીને 38 ટકા થઈ ગયું છે.
આ અગાઉ, એપ્રીલ 2022માં ઝારખંડ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી.

ડિસેમ્બર સુધી મફત રાશનની જાહેરાત
આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોંઘવારી રાહત ભથ્થું (DR) 4 ટકા થી વધારીને 38 ટકા કર્યું છે.
પેન્શન અને પેન્શનર્સકલ્યાણ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ (OM) અનુસાર, DR વધારીને 38 ટકા કરવામાં આવ્યો છે.
ત્રીજી નવરાત્રી (28 સપ્ટેમ્બર) પરવડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 38 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેબિનેટની બેઠકમાં રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેતા ડિસેમ્બર સુધી મફત રાશનની જાહેરાત કરવામાં આવી હતી.

ઓગસ્ટમાં વધીને 130.2 થયો
બીજી બાજુ, શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઓગસ્ટ માટેના AICPI ઇન્ડેક્સના ડેટાના આધારે, જાન્યુઆરી 2023માં મોંઘવારીભથ્થામાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
જુલાઈની સરખામણીમાં ઓગસ્ટના આંકડામાં 0.3 પોઈન્ટનો વધારો થયો છે. AICPIઇન્ડેક્સ જુલાઈમાં 129.9 હતો, જે ઓગસ્ટમાં વધીને 130.2 થયો છે.
આ વધારા સાથે 65 લાખ કર્મચારીઓ માટે નવા વર્ષમાં જાન્યુઆરીમાંથનારી ડીએમાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.