For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરદાતાઓને મોટી રાહત! 30 નવેમ્બર સુધી ભરી શકશે આઈટી રિટર્ન

કેન્દ્રએ ઈનકમ ટેક્સ રિટર્નની તારીખને 31 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે પીએમ મોદી દ્વારા કરવાામાં આવેલા 20 લાખ કરોડના રાહત પેકેજ સાથે જોડાયેલી મહત્વની માહિતી શેર કરી. પેકેજમાં સરકારે સામાન્ય લોકો માટે એક મોટી રાહત આપી છે. કેન્દ્રએ ઈનકમ ટેક્સ રિટર્નની તારીખને 31 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવશે. ઈનકમ ટેક્સમાં ટ્રસ્ટ, એલએપીને બધા પેન્ડીંગ ફંડ તત્કાલ રીતે આપવામાં આવશે. વળી, કાલથી આગલા વર્ષ સુધી ટીડીએસ અને ટીજીએસ માટે 25 ટકા ચૂકવણીમાં છૂટ આપવામાં આવી રહી છે કે જે આગલા વર્ષે 31 માર્ચ, 2021 સુધી ચાલુ રહેશે.

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન લંબાવી

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન લંબાવી

રાહત પેકેજનુ એલાન કરીને નિર્મલા સીતારમણે કહ્યુ કે 2019-20 માટે ઈનકમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020 અને 31 ઓક્ટોબર 2020થી વધારીને 30 નવેમ્બર 2020 સુધી કરી દેવામાં આવી છે. ઈનકમ ટેક્સમાં ટ્રસ્ટ, એલએલપીને બધા પેન્ડીગ ફંડ તત્કાલ રીતે આપવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કંપનીઓના ટેક્સ વિવાદ બાકી છે તે 31 ડિસેમ્બર 2020 સુધી કોઈ વ્યાજ વિના આપી શકે છે.

સામાન્ય રીતે 31 માર્ચ જ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હોય છે

આની પહેલા સરકારે કોરોના વાયરસના ફેલાતા સંક્રમણના કારણે આવકવેરા વિભાગને ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખને વધારીને 30 જૂન કરી દીધી હતી. સામાન્ય રીતે 31 માર્ચ જ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હોય છે. પરંતુ સંકટને જોતા સરકારે એક વાર ફરીથી આઈટીઆર ભરવાની છેલ્લી તારીખોમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં નાણાકીય વર્ષની શરૂઆત 1 એપ્રિલથી થાય છે અને 31 માર્ચે અંતિમ તારીખ હોય છે.

EPF અંગે મહત્વની ઘોષણા

EPF અંગે મહત્વની ઘોષણા

આ ઉપરાંત 15 હજાર રૂપિયા સુધીની સેલેરીવાળાને પીએફ સરકાર ભરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય લીધો છે કે ઓગસ્ટ સુધી કંપની અને કર્મચારીઓ તરફથી 12 ટકાની રકમ ઈપીએફઓમાં પોતાના તરફથી જમા કરશે. દેશમાં સંગઠિત ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ આ નિર્ણયથી 4 લાખથી વધુ સંસ્થાઓને પણ લાભ મળશે. પરંતુ આ યોજનાની અમુક શરતો છે. સરકારના આ એલાનનો લાભ માત્ર એ જ કંપનીઓને મળશે જેમની પાસે 100થી ઓછા કર્મચારી હોય અને 90 ટકા કર્મચારીની સેલેરી 15000 રૂપિયાથી ઓછી હોય. એટલે કે 15 હજારથી વધુ પગારવાળાને આનો લાભ નહિ મળે.

હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાહાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

English summary
Deadline for filing income tax returns extended by 3 months: finance minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X