For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુ

દિવાળીની બરાબર પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવા પર નિર્ણય થયો.

|
Google Oneindia Gujarati News

દિવાળીની બરાબર પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવા પર નિર્ણય થયો. ડીએ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. એટલુ જ નહિ 62 લાખ પેન્શનધારકો પણ આનાથી લાભાન્વિત થશે.

શું કહ્યુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે

શું કહ્યુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યુ કે આ પહેલા 2-3 ટકા સુધી મોંઘવારી ભથ્થુ વધતુ હતુ. આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. તમને જણાવી દઈએ કે વધેલુ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ થશે.

આશા કાર્યકર્તાઓને ડબલ ફાયદો

આશા કાર્યકર્તાઓને ડબલ ફાયદો

કેન્દ્ર સરકારે આ ઉપરાંત આશા કાર્યકર્તાઓને બમણો ફાયદો કરી દીધો છે. પહેલા જ્યાં તેમને એક હજાર રૂપિયા મળતા હતા ત્યાં હવે બે હજાર રૂપિયા મળશે. આશા કાર્યકર્તા મુખ્યતઃ મહિલાઓ હોય છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

આ પણ વાંચોઃ Video: INX મીડિયા કેસમાં ઈડી સામે હાજર થયા કાર્તિ ચિદમ્બરમ, બોલ્યા, હેપ્પી દશેરા કહેવા આવ્યો હતોઆ પણ વાંચોઃ Video: INX મીડિયા કેસમાં ઈડી સામે હાજર થયા કાર્તિ ચિદમ્બરમ, બોલ્યા, હેપ્પી દશેરા કહેવા આવ્યો હતો

જાણો શું હોય છે મોંઘવારી ભથ્થુ

ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ એ હોય છે જે દેશના સરકારી કર્મચારીઓના રહેવા-ખાવાના સ્તરને વધુ સારુ બનાવવા માટે આપવામાં આવે છે. આ રકમ એટલા માટે આપવામાં આવે છે જેથી મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારીની રહેણી-કરણીના સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ના આવે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શધારકોને આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થાનુ કેલ્ક્યુલેશન બેઝિકની ટકાવારીના રૂપમાં થાય છે.

English summary
Dearness allowance (DA) of government employees hiked by 5%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X