For Quick Alerts
For Daily Alerts
દિલ્હીની કંપનીએ એક લાખ રોકાણકારોને ચૂનો લગાવ્યો
નવી દિલ્હી : આજે નવી દિલ્હીમાં એક નકલી રોકાણ કંપનીનો ભાંડો ફૂટ્યો છે. આ કંપનીનું નામ સ્ટૉક ગુરુ ઇન્ડિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે કે કંપનીએ અંદાજે એક લાખથી વધારે રોકાણકારોને ચૂનો લગાવ્યો છે અને તેનો મેનેજિંગ ડાયરેક્ટર છૂમંતર થઇ ગયો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે લગભગ એક લાખથી વધારે રોકાણકારોની સાથે છેતરપિંડી કરનારી કંપની સ્ટૉક ગુરુ ઇન્ડિયાએ રોકાણકારોના અંદાજે રૂપિયા 500 કરોડ ચાંઉ કરી ગઇ છે. આ કંપની 2010માં શરૂ કરવામાં આવી હતી.
હાલ, આ કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર અને તેમની પત્ની ભાંડો ફૂટતા જ ફરાર થઇ ગયા હતા. તેઓ ભારત બહાર ભાગી ગયા હતા. હાલ મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને દિલ્હી પોલીસે રત્નાગીરી પાસેથી તેમની ધરપકડ કરી છે. આ કંપનીએ લોકોને માર્કેટમાં નાણા રોકીને 100 ટકાથી પણ વધારે ફાયદો કરાવી આપવાની યોજનાઓ બતાવીને ફસાવ્યા હતા. આ કારણે ઘણા લોકોએ પોતાના નાણાં તેમાં રોક્યા હતા. ત્યાર બાદ તેમણે કંપની બંધ કરી દીધી હતી.