
Infosysની છલાંગ, કોરોના કાળમાં પણ પહેલા ક્વાર્ટરનો પ્રોફિક 5195 કરોડ
દેશની પ્રમુખ આઈટી કંપની ઈંફોસિસે કોરોના સંકટ છતાં નેટ પ્રોફિટના મામલે મોટી છલાંગ લગાવી છે. ઈંફોસિસે જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ બુધવારે જાહેર કર્યું. નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રોફિટમાં 22.7 ટકાનો વધારો થયો. કંપનીએ પોતાના શુદ્ધ લાભના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ જૂન ક્વાર્ટરમાં ઈન્ફોસિસને 5195 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે.
જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો પહેલા ક્વાર્ટરનો શુદ્ધ ફાયદો 4233 કરોડ રહ્યો. એટલે કે કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે આર્થિક દબાણ હોવા છતાં કંપનીનો બિઝનેસ સારો રહ્યો છે. કંપનીએ માર્ચ 2021 ક્વાર્ટરમાં 5078 કરોડનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો હતો. જ્યારે ઈન્ફોસિસનું ઓપરેટિંગ માર્જિન જૂન ક્વાર્ટરમાં 23.7 ટકા રહ્યું.
સીધા તમારા મોબાઈલમાં સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો
ઈન્ફોસિસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જૂન ક્વાર્ટરમાં જ્યાં કંપનીએ 10 કરોડ ડૉલરથી વધુ વેલ્યૂસિગમેન્ટના નવા ક્લાયન્ટ જોડ્યા છે ત્યાં જ 1 કરોડ ડૉલરથી વધુ વાળી ડીલ્સમાં 12 નવા ગ્રાહકોને જોડ્યા છે. કંપનીએ જણાવ્યું કે નૉર્થ અમેરિકામાં ઈન્ફોસિસનો ગ્રોથ 61.7 ટકા રહ્યો જ્યારે યૂરોપીય માર્કેટમાં 24 ટકા રહ્યો.