World Cheapest Gold Price Country: ધનતેરસ પર મળી ગયો સસ્તા Goldનો ખજાનો! આ દેશોમાં છે સોનાનો સૌથી ઓછા ભાવ
World Cheapest Gold Price Country List: આજે, 18 ઓક્ટોબર 2025ના રોજ દેશભરમાં ધનતેરસનું પાવન પર્વ ઉજવાઈ રહ્યું છે. આ શુભ અવસર પર સોનું ખરીદવું એ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જોકે, ભારતના બજારમાં હાલમાં સોનાના ભાવ ખૂબ ઊંચા ચાલી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસની પહોંચમાંથી સોનું દૂર થઈ રહ્યું છે. ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹13,278 પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગયો છે.

પરંતુ, જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તું સોનું ખરીદવા માંગો છો, તો દુનિયામાં 10 એવા દેશો છે જ્યાં ગોલ્ડ ભારત કરતાં હજારો રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું મળી રહ્યું છે. આ દેશો ગોલ્ડના મામલે એક સાચો 'ખજાનો' સાબિત થઈ શકે છે.
ભારતમાં સોનાના આજના ભાવ (પ્રતિ ગ્રામ)
- 24 કેરેટ (999 ગોલ્ડ): ₹13,278
- 22 કેરેટ (હોલમાર્ક): ₹12,171
ભારતની તુલનામાં 10 દેશોમાં સોનાના ભાવ (Gold Price Comparison)
ક્રમદેશનું નામ - 24 કેરેટ ગોલ્ડ (₹/ગ્રામ) - 22 કેરેટ ગોલ્ડ (₹/ગ્રામ) - ભારતીય દર કરતાં તફાવત (24 કેરેટ)
1. ઇન્ડોનેશિયા (Indonesia) - ₹11,262.74 - ₹10,326.91 - સૌથી સસ્તું
2. તુર્કી (Turkey) - ₹11,264.93 - ₹10,331.66 - ₹2,013 સસ્તું
3. કોલંબિયા (Colombia) - ₹11,270.69 - ₹10,323.95 - ₹2,007 સસ્તું
4. સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) - ₹11,273.76 - ₹10,343.14 - ₹2,004 સસ્તું
5. હોંગકોંગ (Hong Kong) - ₹11,277.44 - ₹10,335.49 - ₹2,000 સસ્તું
6. સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) - ₹11,281.07 - ₹10,338.50 - ₹1,997 સસ્તું
7. સિંગાપોર (Singapore) - ₹11,288.56 - ₹10,349.36 - ₹1,989 સસ્તું
8. ઓસ્ટ્રેલિયા (Australia) - ₹11,289.33 - ₹10,355.20 - ₹1,988 સસ્તું
9. મલાવી (Malawi) - ₹11,321.30 - ₹10,370.31 - ₹1,956 સસ્તું
10. દુબઈ (Dubai) - ₹11,484.00 - ₹10,632.00 - ₹1,794 સસ્તું
નોંધ: આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના દરોમાં સતત ફેરફાર થતો રહે છે.
ઇન્ડોનેશિયા આ યાદીમાં સૌથી સસ્તું સોનું ધરાવતો દેશ છે. જ્યારે 'સિટી ઓફ ગોલ્ડ' તરીકે જાણીતું દુબઈ ઓછો ટેક્સ હોવા છતાં આ યાદીમાં 10મા સ્થાને છે. સિંગાપોરમાં રોકાણ-ગ્રેડના ગોલ્ડ પર GST લાગતો નથી, જે તેને આકર્ષક બનાવે છે.
વિદેશથી સોનું ભારત લાવવાના નિયમો (Duty-Free Limit)
ભારતીય સરકારે વિદેશમાંથી સોનું લાવવા માટે સરળ નિયમો બનાવ્યા છે, જે નીચે મુજબ છે
સોનું લાવવાની મુખ્ય શરતો
- યાત્રીએ વિદેશમાં ઓછામાં ઓછા એક વર્ષથી વધુ સમય સુધી વસવાટ કરેલો હોવો જોઈએ.
- સોનું માત્ર જ્વેલરી (આભૂષણો)ના રૂપમાં હોવું જોઈએ, ગોલ્ડ બાર કે સિક્કાના રૂપમાં નહીં.
શુલ્ક-મુક્ત (Duty-Free) મર્યાદા
પુરુષ યાત્રી: એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતા પુરુષ યાત્રી 20 ગ્રામ સુધી સોનું (આભૂષણના રૂપમાં) કોઈપણ ડ્યૂટી ભર્યા વગર ભારત લાવી શકે છે.
મહિલા યાત્રી: એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતી મહિલા યાત્રી 40 ગ્રામ સુધી સોનું (આભૂષણના રૂપમાં) ડ્યૂટી-ફ્રી ભારત લાવી શકે છે.












Click it and Unblock the Notifications
