ડિઆજિઓ માલ્યની યુનાઇટેડ સ્પિરિટનો 51 ટકા હિસ્સો ખરીદી શકે

વિજય માલ્યાની માલિકીના યુનાઈટેડ બ્રુવરીઝ (યુબી) ગ્રુપે હિસ્સો વેચવા માટે ડિઆજિઓ સાથે કરાર કર્યો હોવાનું મનાય છે. આ વિશેની વધારે વિગતો હજી સુધી બહાર આવી નથી. યુબી ગ્રુપના પ્રવક્તાએ પણ તે વિશે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો છે.
યુનાઈટેડ સ્પિરીટ્સે ગયા સપ્ટેંબરમાં એવા અહેવાલોને સમર્થન આપ્યું હતું કે તે બ્રિટનની ડિઆજિઓને હિસ્સો વેચી રહી છે. પ્રાપ્ત
અહેવાલો અનુસાર, ડિઆજિઓએ યુએસએલમાં એક અબજ અને બે અબજ ડોલર વચ્ચેની રકમમાં 51 ટકા હિસ્સો ખરીદવાનો કરાર કર્યો છે.
આ અંગે યુનાઈટેડ સ્પિરીટ્સે મુંબઈ શેરબજારને લેખિતમાં જાણ કરી છે કે, લિકર ઉત્પાદક યુનાઈટેડ સ્પિરીટ્સમાં હિસ્સો ખરીદવા માટે યુકેસ્થિત ડિઆજિઓની સાથે યુનાઈટેડ સ્પિરીટ્સ તથા યુનાઈટેડ બ્રુવરીઝ હોલ્ડિંગ્સની સંભવિત સોદા માટે વાટાઘાટ ચાલતી હોવાના અહેવાલોને તે અને ડિઆજિઓ સમર્થન આપે છે.












Click it and Unblock the Notifications
