For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ ના કર્યું તો થઇ એક વર્ષની જેલ

|
Google Oneindia Gujarati News

business
નવી દિલ્હી, 12 ઑગસ્ટ: દિલ્હીની એક કોર્ટે એક વ્યાપારીને બે વર્ષ સુધી ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ નહીં કરવાના મામલામાં એક વર્ષની સખત જેલની સજા સંભળાવી છે, અને જણાવ્યું કે કરચોરી વધતી જઇ રહી છે અને તેને કડકાઇથી રોકવી જોઇએ.

અધિક મુખ્ય મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ દેવેન્દ્ર કુમાર શર્માએ એક ખાનખી કંપનીના નિર્દેશક હરીશ ભસીનને એક વર્ષ માટે પાકા કામના કેદ તરીકે સજા ફટકારી છે. ભસીને 2006થી 2007 અને 2007થી 2008 માટે રીટર્ન ફાઇલ ન્હોતું કર્યું.

ઇનકમ ટેક્સ વિભાગે જણાવ્યું હતું કે 2006-07માં ભસીનની ટેક્સ યોગ્ય આવક 11.98 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી અને આની પર ઇનકમટેક્સ લગભગ 4 કરોડ રૂપિયા બાકી હતો. 2007-2008માં ભસીનની ચોખ્ખી આવક 34 કરોડ રૂપિયા આંકવામાં આવી અને એની પર ઇનકમટેક્સ લગભગ 10 કરોડ રૂપિયા બને છે.

બંને વર્ષ માટે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. કોર્ટે એક મામલામાં કારોબારીને છ મહીનાની જેલની સજા સંભળાવી, અને આ જ અપરાધને વાગોળવા માટે તેને અન્ય કેસમાં પણ 6 મહિના સજા થઇ. જોકે 50,000 રૂપિયાનની જામીનખત જમા કરાવવાના કારણે તેની સજાને 9 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવાઇ છે.

English summary
A businessman got one year prison, because have not filed income tax return.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X