Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. પાછલા દિવસોની સરખામણીમાં, આજે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધાર પર દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થાય છે. જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભવિષ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.16 રૂપિયા પ્રતિ લિટર છે.
- વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.15 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.82 રૂપિયા પ્રતિ લિટર છે.
- સુરતમાં પેટ્રોલનો ભાવ 94.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.77 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.46 રૂપિયા પ્રતિ લિટર છે.
- જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.19 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?
Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે.જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.












Click it and Unblock the Notifications
