આજે ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતો પણ ઘટી
આજે ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતો પણ ઘટી
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે, જે બાદ સામાન્ય નાગરિકોને થોડી રાહત મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 14 પૈસાના ઘટાડા સાથે 75.54 રૂપિયાએ વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 10 પૈસાના ઘટાડા બાદ 76.37 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલની કિંમત 13 પૈસાથી ઘટીને 75.45 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે રાજકોટમાં ડીઝલની કિંમત 10 પૈસેથી ઘટી છે અને હવે 76.29 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલમાં ઘટાડાનો આ સિલસિલો છેલ્લા 2 અઠવાડિયાથી યથાવત છે. આજે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટર ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસા પ્રતિ લીટર ઘટાડો નંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 73.07 રૂપિયાએ પહોંચી ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતો 83.92 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 76.57 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. પાછલા બે અઠવાડિયાથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનતાએ રાહતનો શ્વસા લીધો છે.

સરકારે કંપનીઓ પરનું નિયંત્રણ હટાવ્યું
જણાવી દઈએ કે 15 જૂન 2017થી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતો બજારના ભાવ પ્રમાણે બદલી રહ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓ પરથી સરકારે પોતાનુ નિયંત્રણ હટાવી લીધું છે, જે બાદ પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ બજાર ભાવ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરે છે. ગત મહિને જેવી રીતે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા હતા તેને કારણે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
