ડીઝલના ભાવમાં નહિવત ઘટાડો, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર નહિ

ડીઝલના ભાવમાં નહિવત ઘટાડો, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર નહિ

નવી દિલ્હીઃ છેલ્લા ચાર દિવસથી ડીઝલની કિંમત કાચબાની ચાલે ઘટી રહી છે. જો કે છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં માત્ર 2 વખત જ ફેરફાર થયો હતો. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં કોઈ વધઘટ નથી થઈ જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ના બરાબર ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ આજે અમદાવાદમાં ડીઝલ 68.15 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે પેટ્રોલ ગતરોજ હતી તેજ કિંમતે 69.30 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં ડીઝલની કિંમત

મુંબઈમાં ડીઝલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ડીઝલ માત્ર 0.35 પૈસા પ્રતિ લીટર સસ્તુ્ં થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં ડીઝલ 68.26 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે પેટ્રોલ 77.50 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત

દિલ્હીમાં ડીઝલની કિંમત

દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ આજે ડીઝલની કિંમતમાં ન બરાબર ઘટાડો નોંધાયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં 0.07 પૈસા પ્રતિ લીટરના ઘટાડા બાદ આજે ડીઝલ 65.11 રૂપિયા પ્રતિ લટીરે મળી રહ્યું છે જ્યારે પેટ્રોલ ગતરોજની કિંમત 71.84 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં ડીઝલની કિંમત

ચેન્નઈમાં ડીઝલની કિંમત

ચેન્નઈમાં છેલ્લા ચાર દિવસમાં ડીઝલની કિંમતમાં માત્ર 34 પૈસાનો જ ઘટાડો નોંધાયો છે જ્યારે પેટ્રોલની કિંમત છેલ્લા ચાર દિવસમાં માત્ર 16 પૈસા જ ઘટી છે. આજે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 74.62 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.79 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X