For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલ 25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું, જાણો કોને થશે અસર

છેલ્લા 137 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર છે, ત્યારે આજે તેલ કંપનીઓએ જથ્થાબંધ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેલ કંપનીઓએ આજે​બલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Diesel Price : છેલ્લા 137 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર છે, ત્યારે આજે તેલ કંપનીઓએ જથ્થાબંધ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેલ કંપનીઓએ આજે​બલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે, જે બાદ તેલ કંપનીઓએ આજે​જથ્થાબંધ ડીઝલ ખરીદનારા ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે.

ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો

ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો

રાહતની વાત એ છે કે પેટ્રોલ પંપ પર છૂટક ખરીદદારો માટે દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, છૂટક ઉપભોક્તા એટલે કે તમને આ વધેલી કિંમતનીઅસર નહીં થાય.

25 રૂપિયા પ્રતિ લીટરના આ વધારા બાદ ડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. મુંબઈમાં જથ્થાબંધ ગ્રાહકોનેવેચવામાં આવતા ડીઝલની કિંમત હવે વધીને 122.05 લીટર થઈ ગઈ છે, જ્યારે છૂટક ગ્રાહકોની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

આવા સમયે, દિલ્હીમાંડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 115 રૂપિયા પ્રતિ લીટર અને છૂટક ગ્રાહકો માટે 86.67 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2021થીપેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ વધારાથી કોને અસર થશે?

આ વધારાથી કોને અસર થશે?

ઉલ્લેખનીય છે કે, ડીઝલની કિંમતોમાં વધારાની અસર માત્ર જથ્થાબંધ વેપારીઓ પર પડશે. આ જથ્થાબંધ વેપારીઓમાં સરકારી બસનો કાફલો, મોલ, એરપોર્ટ, પાવરજનરેશન ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે, જેઓ મોટી માત્રામાં ડીઝલ મેળવે છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પણ ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા માટે પેટ્રોલઅને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલ કંપનીઓએ 137માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી.

SMSથા તમારા શહેરમાં ડીઝલની કિંમત

SMSથા તમારા શહેરમાં ડીઝલની કિંમત

જો તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિશે જાણવા માગો છો, તો તમે SMS દ્વારા જાણી શકો છો. આ માટે તમારે એક નંબર પર મેસેજ મોકલવોપડશે.

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP <�ડીલર કોડ> લખીને 9224992249 પર SMS મોકલવાનો રહેશે, જ્યારે HPCL ગ્રાહકોએ 9222201122 નંબર પર HPPRICE <�ડીલર કોડ> મોકલવાનો રહેશે.

English summary
Diesel Price: Diesel price hiked by Rs 25 per liter, Know who will be affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X