સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ વહેલું બંધ કરો તો ફી ચૂકવવી પડે?
જો આપે તાજેતરમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય અને આપ તેને બંધ કરાવવાનું ઇચ્છતા હોવ તો આપે બે વાર વિચારવું જોઇએ, કારણ કે ખાતુ વહેલું બંધ કરાવવામાં આવે તો બેંકો ચાર્જ વસૂલ કરતા હોય છે.
હા, ખાતુ વહેલુ બંધ કરવામાં આવે તો બેંકો અર્લી ક્લોઝિંગ ચાર્જ વસૂલ કરે છે. કારણ કે કોઇ પણ ખાતુ ખોલતા સમયે ચેક બુક અને અન્ય સામગ્રી આપે છે તેનો ખર્ચો થાય છે. જેના કારણે ખાતુ વહેલું બંધ કરવામાં આવે તો બેંક ચાર્જ વસૂલે છે.

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જો આપ એક વર્ષની અંદર જ ખાતુ બંધ કરો છો તો આપની ખાતુ ખોલાવવાનો ખર્ચો બેંકથી વસૂલ કરી શકાતો નથી. સામાન્ય રીતે બેંકો એકાઉન્ટ ક્લોઝર ચાર્જીસ 14 દિવસથી 6 મહિના કે એક વર્ષમાં ખાતુ બંધ કરાવો તો તેના પર લાગુ કરે છે. મોટા ભાગની બેંકો જણાવે છે કે એક વર્ષ બાદ બેંકો અર્લી ક્લોઝિંગ ચાર્જ વસૂલ કરતી નથી.
બેંક અને એકાઉન્ટના પ્રકાર પ્રમાણે ક્લોઝિંગ ચાર્જીસ બદલાય છે. ક્લોઝિંગ ચાર્જીસ રૂપિયા 100 જેટલો ઓછો હોય છે, પરંતુ ખાનગી ક્ષેત્રની બેંકમાં તે રૂપિયા 250થી રૂપિયા 1000ની વચ્ચે હોય છે. જો કે આ અંગે તેની કોઇ ચોક્કસ ગાઇડલાઇન નથી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
