For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTને લઇને ક્યારે ના કરતા આ 5 ભૂલો, થઇ શકે છે જેલ

જીએસટી 1 જુલાઇથી લાગુ થશે તે પછી આ ભૂલો કરનાર વેપારી કે ટ્રેડર્સને જેલ જેવી સજા પણ થઇ શકે છે. વિગતવાર વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

1 જુલાઇથી જીએસટી લાગુ થશે. 30 જૂનથી જ રાતે 12 વાગે સંસદના કેન્દ્રીય હોલમાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. જેમાં જીએસટીને લાગુ કરવામાં આવશે. જીએસટીને લઇને આ પછી પણ તને કોઇ ગેરવ્યાજબી વર્તન રાખો છો તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકશે. જાણો જીએસટીથી જોડાયેલી તે 5 ભૂલો વિષે જેને કરવાથી તમને જેલ જેવી આકરી સજા પણ થઇ શકે છે. વિગતવાર વાંચો અહીં....

પહેલી ભૂલ

પહેલી ભૂલ

જીએસટીને લઇને રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે તમારી સાચી જાણકારી આપવી જરૂરી છે. ખોટી જાણકારી આપવા પર તમે મુશ્કેલીમાં મૂકાઇ શકો છો. અને તમને દંડ અને જેલ પણ થઇ શકે છે. તો આવું કંઇ ખાય તે કરતા તમારા રજિસ્ટ્રેશન વખતે યોગ્ય અને સાચી જાણકારી આપજો.

બીજી ભૂલ

બીજી ભૂલ

ખોટા ફાઇનેંશિયલ રેકોર્ડમાં પણ ફસાવો નહીં તે વાતનું ધ્યાન રાખજો. જો તમે ટેક્સ ચોરીથી બચવા માટે ખોટા રિટર્ન ફાઇલ કરશો તો તમને તમારી ટેક્સ ચોરીની કિંમત 100 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તે વાતનું ખાસ ધ્યાન રાખજો.

ત્રીજી ભૂલ

ત્રીજી ભૂલ

જીએસટીમાં ખોટી જાણકારી આપ્યા પછી તપાસ પ્રક્રિયામાં પણ જો તમે ખોટી જાણકારી આપી તો તમને જેલ થઇ શકે છે. તો આવું ખોટું કરવાથી ખાસ બચજો.

ચોથી ભૂલ

ચોથી ભૂલ

જો તમે કોઇને છેતરપીંડી દ્વારા જીએસટીથી બચવામાં મદદ કરો છો તો પણ તમે સજાના પાત્ર બની શકો છો. આ માટે તમારા પર 25 હજાર રૂપિયાનો સુધીનો દંડ લેવામાં આવી શકે છે.

પાંચમી ભૂલ

પાંચમી ભૂલ

જો કોઇ ટ્રેડર એવા પ્રોડક્ટ કે સેવા મેળવે છે જેમાં છેતરપીંડી કરવામાં આવી હોય તો આ પણ જીએસટીના નિયમોનું ઉલ્લંધન છે. એવું કરનાર પર દંડ અને જેલની સજા થઇ શકે છે. જીએસટીના આવા જ કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિષે વધુ વાંચવા માટે cbec.gov.in નામની વેબસાઇટ પર જઇને વધુ વિગત મેળવો.

English summary
do not make these 5 mistakes about gst.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X