માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ કરો આખી ફિલ્મ!!!

દક્ષિણ કોરિયાના આ કંપનીએ જણાવ્યું છે કે ડેટા સંપ્રેસણની આ પાંચમી પેઢીના આ અતિતીવ્ર વાયરલેસ પરીક્ષણ દરમિયાન બે કિલોમીટરથી વધારે અંતરની સ્થિતિમાં પ્રતિ સેકન્ડ એક ગીગીબાઇટથી વધારે ગતિથી ડેટાનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે.
આ અંગે કંપનીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે આ ટેકનોલોજીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા ઓછામાં ઓછો વર્ષ 2020નો સમય લાગશે. આ વર્તમાન 4જી નેટવર્કની તુલનામાં સેંકડો ગણી વધારે ઝડપીથી વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે. આ 5જી ટેકનોલોજીની મદદથી ગ્રાહકો 3ડી ફિલ્મ અન ગેમ જોઇ અને રમી શકશે. એક જ ક્ષણમાં ઘટનાની અલ્ટ્રા હાઇ ડેફિનેશન(યુએસડી) વીડિયો જોઇ શકશે. આ ઉપરાંત દૂર પ્રદેશમાં રહેવા છતાં ચિકિત્સા સેવા માટે સલાહ મેળવી શકશે.












Click it and Unblock the Notifications
