For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેર દેખાવા લાગ્યો, કંપનીઓ કાપી રહી છે કર્મચારીઓના પગાર

કોરોનાનો કહેર દેખાવા લાગ્યો, કંપનીઓ કાપી રહી છે કર્મચારીઓના પગાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જણાવી દઈએ કે ભારતમાં નવા કોરોનાવાયરસ કોવિડ-19ના મામલા વધીને 1071ને પાર પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ મામલા 942 છે. જ્યારે 29 લોોકના જીવ ચાલ્યા ગયા છે. એવામાં આખા દેશમાં 21 દિવસના ફરજીયાત લૉકડાઉનની અસર જોવા લાગી છે. જેની શરૂઆત કંઈક એવી રીતે થઈ કે ભારત ભરની કંપનીઓએ પોતાના કર્મચારીઓને પગાર કપાત સંબંધી મેલ મોકલવા શરૂ કરી દીધા છે.

કર્મચારીઓની છંટણી થઈ હતી

કર્મચારીઓની છંટણી થઈ હતી

જણાવી દઈએ કે હાલમાં જ કેબ એગ્રીગેટર, જેણે પહેલા જ ડિસેમ્બરમાં લગભગ 500 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હકાલી કાઢ્યા હતા. આમની સાથે જ એ વાતની પણ ઉમ્મીદ કરવામાં આવી રહી હતી કે માર્ચ સુધી સમાન સંખ્યામાં લોકોને નોકરીમાથી કાઢી શકે છે. એક ખાદ્ય વિતરણ સ્ટાર્ટઅપ જે મોટાભાગે ક્લાઉડ બેસ ફૂડ સંચાલિત કરે છે, તેણે પોતાના કર્મચારીઓને મેલ મોકલ્યો છે, જેમાં જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિઓને જોતા એપ્રિલ માટે 20થી 50 ટકા વચ્ચે વેતનમાં કટોતી થઈ શકે છે.

ગો એરે પોતાના કર્મચારીઓના પગારમાં કટોતીનો નિર્ણય લીધો

ગો એરે પોતાના કર્મચારીઓના પગારમાં કટોતીનો નિર્ણય લીધો

જ્યારે વિશ્વ મહામારી કોરોના વાયરસના ખતરાને જોતા એવિએશન ઈન્ડસ્ટ્રીને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણ બંધ થઈ ગયા હોવાથી નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. એવા સમયમાં હવાઈ સેવા આપતી કંપની ગો એરે પોતાના કર્મચારીઓના પગાર કપાતનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે તે માર્ચ મહિનામાં પોતાના બધા કર્મચારીઓના પગારમાં કટોતી કરશે. જણાવી દઈએ કે ગો એરે લાગતમાં કટોતી માટે પહેલા જ કેટલાય ઉપાયો કર્યા છે. ગો એરના સીઈઓ વિનય દુબેએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે હાલના હાલાતને જોતા બીજો કોઈ વિકલ્પ નથી. એવામાં માર્ચ મહિના માટે તમામ કર્મચારીઓના પગારમાં કપાત કરાશે. જો કે તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે કંપની આ વિશે ખ્યાલ રાખશે કે ઓછી સેલેરી મેળવનાર કર્મચારીઓને સૌથી ઓછું નુકસાન થાય.

ઈન્ડિગોએ પોતાના કર્મચારીઓના પગારમાં 25 ટકા સુધીની કટોતી કરી

ઈન્ડિગોએ પોતાના કર્મચારીઓના પગારમાં 25 ટકા સુધીની કટોતી કરી

જણાવી દઈએ કે ગત અઠવાડિયે હવાઈ સેવા કંપની ઈન્ડિગોના સીઈઓ સંજ દત્તાએ પણ કહ્યું હતું કે કંપનીના વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 25 ટકા સુધીનો કપાત કરાશે. જ્યારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલ એર ઈન્ડિયાએ પણ પોતાના કર્મચારીઓના ભથ્થામાં કટોતીની ઘોષણા કરી છે. માનવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાની ઘરેલૂ ઉડાણ રદ્દ થયા બાદ કંપનીને દરરોજ 30-35 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

કોગ્નિજેંટ 25 ટકા વધુ પગાર આપશે

કોગ્નિજેંટ 25 ટકા વધુ પગાર આપશે

બીજી તરફ આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની કોગ્નિજેંટ એપ્રિલ મહિનામાં પોતાના કર્મચારીઓને 25 ટકા વધુ સેલેરી આપશે. આ વધારો ેમના બેસિક પે પર કરવામાં આવશે. કંપનીના આ ફેસલાથી ભારતમાં તેમના 1,30,000 કર્મચારીઓને ફાયદો થશે. એસોસિએટ લેવલ અને તેમાં નિચલા સ્તરના કર્મચારીઓને ભારત અને ફિલીપાઈન્સમાં કંપનીએ આ રાહત આપવાનું એલાન કર્યું છે. કોગ્નિજેંટના સીઈઓ બ્રાયન હમફ્રીઝે એમ્પલૉયીજને નામ લખેલ એક નોંધમાં કહ્યું કે એપ્રિલ મહિને તેમની સેલેરીમાં તેમને વધારાની રાશિ આપવામાં આવશે.

મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠકમરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠક

English summary
Due To Covid-19 Companies Started Sending Salary Cut Emails To Employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X