For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 લાખથી વધારે આવક માટે આઇટી રિટર્નનું ઇ ફાઇલિંગ ફરજિયાત

|
Google Oneindia Gujarati News

income-tax-department-logo
નવી દિલ્હી, 22 જુલાઇ : આપની આવક અથવા અન્ય સ્રોતોમાંથી આપની વાર્ષિક આવક જો રૂપિયા 5 લાખ કે તેનાથી વધારે થાય તો આવકવેરા રિટર્ન ઇલેક્ટ્રોનિક રીતે ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ માટે દેશભરમાં ફેલાયેલા અંદાજે 7000 પ્રશિક્ષિત અને રજિસ્ટ્રર્ડ રિટર્ન તૈયાર કરનારા ટીઆરપીની મદદ મેળવી શકાય છે.

આવકવેરા વિભાગે લોકોને રિટર્ન ભરવામાં મદદ કરવા માટે કેટલાક વર્ષો પહેલા ટેક્સ રિટર્ન પ્રિપેયર્સ (ટીઆરપી) યોજના શરૂ કરી હતી. ટીઆરપી આવકવેરા વિભાગ પાસેથી પ્રશિક્ષણ મેળવેલા અને પ્રામાણિત લોકો છે જે આપને રિટર્ન ફાઇલ કરવામાં મદદ કરે છે. સરકારે તેમની મદદ દ્વારા રિટર્ન ફાઇલ કરવા માટેની ફી રૂપિયા 250 નક્કી કરી છે.

આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નોકરિયાત વર્ગના લોકો માટે રિટર્ન ભરવાની અંતિમ તિથી 31 જુલાઇ છે. કંપનીઓ અને ભાગીદારી ફર્મ જેમના ખાતા આયકર અધિનિયમ અંતર્ગત ઑડિટ કરવા જરૂરી છે તેમના માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

કંપનીઓ માટે ઇલોક્ટ્રેનિક રીતે રિટર્ન ભરવું પહેલેથી જ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માત્ર આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફોર્મ સાતમાં રિટર્ન ભરવાવાળાને તેમાં છૂટ આપવામાં આવી છે. તેમના માટે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ ફરજિયાત નથી. આ ઉપરાંત ધર્માર્થ, ન્યાસ, ચેરિટેબલ ટ્રસ્ટ, સ્કૂલ, કોલેજ વગેરે આઇટીઆર સાતમાં રિટર્ન દાખલ કરી શકે છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આવક વેરા નિર્ધારણ વર્ષ 2013-14 માટે કોઇ નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી. આ વર્ષ માટે આઇટીઆર ફોર્મ જ નક્કી કરવામાં આવ્યા છે.

English summary
E filing of IT returns mandatory for income above 5 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X