જો તમારો પગાર 50 હજારથી ઓછો હશે તો SBIમાંથી નહી મળે કાર લોન
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર: તમારો પગાર દર મહિને 50 હજાર રૂપિયાથી ઓછો હશે તો ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) તમને કાર આપશે નહી. બેંકના કથિત રીતે ક્રેડિત ડિફોલ્ટ ખતરાને ઓછો કરવા માટે આ પગલા ભર્યા છે.
સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંકે વાર્ષિક છ લાખ રૂપિયાથી ઓછી આવકવાળા લોકોની કાર લોન પર લગામ લગાવી છે. તાજેતરના સમયમાં એસબીઆઇ 10.45 ટકાના વ્યાજ દર પર કાર લોન ઉપલબ્ધ કરાવશે. આ વ્યાજદર અન્ય બેંકો કરતાં સૌથી ઓછો છે.

રિપોર્ટ અનુસાર ખરાબ વૃદ્ધિ દર, મોંઘવારી અને રૂપિયામાં નરમાઇને જોતાં બેંકને આશંકા છે કે લેણદાર આગામી સમયમાં લોન ચુકવી શકશે નહી. આ ઉપરાંત નોકરીઓની અનિશ્વિતતાને પણ બેંક પર લોનના નિયમ સખત કરવા પર દબાણ બનાવ્યું છે.












Click it and Unblock the Notifications
