For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલર પેનલ દ્વારા કમાણી કરવી થઇ સરળ, જાણો કેવી રીતે?

વીજ ખર્ચ ઘટાડવા માટે સરકાર નવી યોજના બનાવવા જઈ રહી છે. જી હા, કેન્દ્ર સરકારની તર્જ પર હવે ગુજરાત સરકાર સોલર રૂફટોપની પોલિસી લાવી છે.

|
Google Oneindia Gujarati News

વીજ ખર્ચ ઘટાડવા માટે સરકાર નવી યોજના બનાવવા જઈ રહી છે. જી હા, કેન્દ્ર સરકારની તર્જ પર હવે ગુજરાત સરકાર સોલર રૂફટોપની પોલિસી લાવી છે. આ પોલિસી દ્વારા, તમે તમારા ઘરની છત પર સોલર પેનલ્સ લગાવીને વીજળીનો ખર્ચ ઘટાડવામાં સમર્થ હશો. એટલું જ નહીં બાકી રહેલી વીજળી ગ્રીડ દ્વારા સરકાર અથવા કંપનીને વીજળી વેચી શકશો.

આ વર્ષે 2 લાખ ઘરોને આવરી લેવામાં આવશે

આ વર્ષે 2 લાખ ઘરોને આવરી લેવામાં આવશે

સરકારનું કહેવું છે કે રાજ્યની સોલર રૂફટોપ પોલિસી હેઠળ આ વર્ષે ગુજરાતમાં 2 લાખ મકાનો આવરી લેવામાં આવશે. આથી 600 મેગાવોટ શુધ્ધ ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ મળશે. તે જ સમયે, આગામી 3 વર્ષમાં 8 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવવાની યોજના છે. આનાથી 1,800 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં મદદ મળશે.

સરકાર યુનિટ દીઠ 2.25 રૂપિયાના દરે લોકો પાસેથી વીજળી ખરીદશે

સરકાર યુનિટ દીઠ 2.25 રૂપિયાના દરે લોકો પાસેથી વીજળી ખરીદશે

ઉર્જા પ્રધાન સૌરભ પટેલના જણાવ્યા અનુસાર, સોલર રૂફટોપ પોલિસીથી રાજ્ય સરકારની સાથે સામાન્ય લોકો એમ બંનેને ફાયદો થશે. લોકો તેમના ઘરની છત, બાલ્કની અથવા ખુલ્લી જગ્યામાં સોલર પેનલ્સ લગાવી શકશે અને તેમાંથી ઉત્પન્ન થતી વીજળી રાજ્ય સરકારને વેચી શકશે. ગુજરાત સરકાર લોકો પાસેથી યુનિટ દીઠ 2.25 રૂપિયાના દરે વધારાની વીજળી ખરીદશે. આ માટે વીજ ઉત્પાદક સાથે 25 વર્ષનો કરાર કરવામાં આવશે.

સોલાર પેનલ્સ લગાવવા માટે સબસિડી પણ મળશે

સોલાર પેનલ્સ લગાવવા માટે સબસિડી પણ મળશે

રાજ્ય સરકાર સોલર પેનલ લગાવવા માટે સૌર એનર્જી જનરેટરને સબસિડી આપશે. 3 કિલોવોટ સોલર રૂફટોપ સ્થાપિત કરવા માટે સરકાર 40 ટકા સબસિડી આપશે. તો 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી સોલર પેનલ્સ સ્થાપિત કરવા પર 20 ટકા મળશે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ 11 કિલોવોટ સોલર રૂફટોપ સુવિધા લાગુ કરે છે, તો પ્રથમ 3 કિલોવોટ માટે 40 ટકા સબસિડી મળશે, બાકીની 7 કિલોવોટ માટે 20% સબસિડી મળશે જ્યારે 1 કિલોવોટ સોલર રૂફટોપ પર કોઈ સબસિડી મળશે નહીં. સબસિડી યોજના માટે બજેટમાં 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અહીંથી સોલર પેનલ ખરીદો

અહીંથી સોલર પેનલ ખરીદો

- સોલાર પેનલ્સ ખરીદવા માટે રાજ્ય સરકારની રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.

- રાજ્યોના મોટા શહેરોમાં કચેરીઓ બનાવવામાં આવી છે.

- તે જ સમયે, દરેક શહેરમાં ખાનગી ડીલરો પાસે પણ સોલર પેનલ્સ ઉપલબ્ધ છે.

- લોન લેવા માટે પહેલા ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે.

- સબસિડી માટેના ફોર્મ ઓથોરિટી કચેરીમાંથી જ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: આના વગર PFના પૈસા નહીં ઉપાડી શકો, બદલાયો આ નિયમ

English summary
Earnings Through Solar Panel Are Easy, check details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X