For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરીયાતોને મોદી સરકારની ભેટ, ગ્રેજ્યુઇટી માટે 5 વર્ષ રાહ નહિ જોવી પડે

નોકરીયાતોને મોદી સરકારની ભેટ, ગ્રેજ્યુઇટી માટે 5 વર્ષ રાહ નહિ જોવી પડે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોકરીયાતો માટે ગુડ ન્યૂઝ છે. મોદી સરકારના શ્રમ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બીલ પાસ થયા બાદ હવે નોકરી કરતા લોકોને ગ્રેજ્યુઇટી માટે પાંચ વર્ષનો ઈંતેજાર નહિ કરવો પડે. આ બિલ પાસ થયા બાદ દેશના સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોએ લાભ મળશે. જ્યારે હવે લોકોને ગ્રેજ્યુઇટી માટે પાંચ વર્ષને બદલે મા્ર એક વર્ષનો જ ઈંતેજાર કરવો પડશે.

ગ્રેજ્યુઇટી માટે પાંચ વર્ષનો ઈંતેજાર નહિ કરવો પડે

ગ્રેજ્યુઇટી માટે પાંચ વર્ષનો ઈંતેજાર નહિ કરવો પડે

મોદી સરકારે શ્રમ સુધાર બિલને રાજ્યસભાાં પાસ કરાવી લીધું છે. આ બિલ પાસ થયા બાદ ગ્રેજ્યુઇટીના નિયમોમાં બદલાવ થશે. હવે ગ્રેજ્યઇટીનો લાભ મેળવતા કર્મચારીઓએ પાંચ વર્ષનો ઈંતેજાર નહિ કરવો પડે, બલકે નવા પ્રાવધાનો અંતર્ગત એક વર્ષ પર પણ ગ્રેજ્યુઇટીનો લાભ મળશે. નવા લેબર કોડ અંતર્ગત હવે એક વર્ષની નોકરી પૂરી કરીને છોડવા પર કર્મચારીઓને ગ્રેજ્યુઇટી પણ મળશે. વર્તમાન નિયમ મુજબ કર્મચારી પાંચ વર્ષ નોકરી પૂરી કરવા પર દર વર્ષે 15 દિવસના પગારના હિસાબે ગ્રેજ્યુઇટી મળે છે.

રાજ્યસભામાં ત્રણ લેબર કોડ બિલ પાસ થયાં

રાજ્યસભામાં ત્રણ લેબર કોડ બિલ પાસ થયાં

જણાવી દઈએ કે બુધવારે રાજ્યસભામાં ત્રણ લેબર કોડ બિલ પાસ થઈ ગયાં. રાજ્યસભામાં ઑક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન બિલ 2020ની સાથોસાથ ઈન્ડસ્ટ્રિયલ રિલેશન બિલ 2020 અને સોશિયલ સિક્યોરિટી બિલના ચેપ્ટર પાંચમાં ગ્રેજ્યુઇટીનો ઉલ્લેખ કર્યો છે,. જે અંતર્ગત ફિક્સ્ડ ટર્મ વાળા કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટીની શરતોમાં પાંચ વર્ષની સમયસીમામાં બદલાવ કરવામાં આવ્યો છે.

ગ્રેજ્યુઇટી શું છે

ગ્રેજ્યુઇટી શું છે

જ્યારે તમે કોઈ એક કંપનીમાં જ લાંબા સમય સુધી કામ કરો છો તો કર્મચારીનો પગાર, પેશન અને પીએફ ઉપરાંત ગ્રેજ્યુઇટી પણ આપવામાં આવે છે, જે કર્મચારીને કંપની તરફથી મળતું રિવોર્ડ હોય છે. નિશ્ચિત સમયસીમા બાદ કર્મચારીને એક નિર્ધારિત ફોર્મ્યૂલામાં આ રકમ આપવામાં આવે છે. જો કે ગ્રેજ્યુઇટીનો આ ભાગ કર્મચારીઓના પગારમાંથી કપાય જાય છે. પેમેન્ટ ઑફ ગ્રેજ્યુઇટીની શરતો પર પૂરી કરે છે. આ નિયમ એવી તમામ કંપનીઓ પર લાગૂ પડે છે જ્યાં દસથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય.

ગ્રેજ્યુઇટી શું છે સમજો

ગ્રેજ્યુઇટી શું છે સમજો

કર્મચારીને કંપની તરફથી ગ્રેજ્યુઇટી મળે છે. આ રકમનો એક ભાગ કર્મચારીઓના પગારમાંથી કપાય છે. જેની ગણતરી ફોર્મ્યુલાના આધારે જ કરાય છે. ગ્રેજ્યુઇટી દર વર્ષની નોકરી પર 15 દિવસનું વેતન હોય છે. જણાવી દઈએ કે વેતનનો મતલબ ડીએ અને બેસિક સેલેરી હોય છે.

રશીયાએ બનાવી કોરોનાની બીજી વેક્સિન, રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાતરશીયાએ બનાવી કોરોનાની બીજી વેક્સિન, રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

English summary
Employees do not have to wait 5 years for gratuity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X