For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF પર 8.55ને બદલે મળશે 8.65 ટકા વ્યાજ, EPFOની બેઠકમાં મોહર લાગી

PF પર હવે મળશે 8.65 ટકા વ્યાજ, EPFOની બેઠકમાં મોહર લાગી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ પર વ્યાજદર વધારીને 8.65 ટકા કરી દીધા છે. અગાઉ પીએફ પર 8.55 ટકા વ્યાજ મળતું હતું. રિટાયરમેન્ટ ફંડ બૉડી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો. જે 5 વર્ષમાં સૌથી ઓછો છે. સૂત્રો મુજબ ઈપીએફઓની આવકનું અનુમાન ટ્રસ્ટીઝ માટે જાહેર કરવામાં આવ્યું નથી. જેને બેઠક દરમિયાન રજૂ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2016 બાદ પહેલીવાર પીએફના વ્યાજદરમાં વધારો થયો છે. વર્ષ 2013-14માં આ વ્યાજદર વધીને 8.75 ટકા કરવામાં આવ્યો હતો. વર્ષ 2014-15માં તમને પીએફ પર 8.75 ટકા વ્યાજ મળ્યું હતું. જ્યારે 2015-16માં આ વ્યાજદર વધીને 8.8 ટકા થઈ ગયો હતો.

વર્ષ 2016-17માં વ્યાજદરમાં કટૌતી થઈ

વર્ષ 2016-17માં વ્યાજદરમાં કટૌતી થઈ

વર્ષ 2016-17માં પીએફ પર વ્યાજદર ઘટીને 8.65 ટકા થઈ ગયો હતો. જ્યારે પાછલા વર્ષે પણ તેમાં કટૌતી થઈ હતી. પાછલા વર્ષે તમને પીએફ પર 8.55 ટકા વ્યાજ મળ્યું હતું. શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં ઈપીએફઓનું બોર્ડ પીએફ પર વ્યાજદરોને લઈ ફેસલો કરે છે. ઈપીએફઓના વ્યાજદર નક્કી કર્યા બાદ આ પ્રસ્તાવ નાણામંત્રાલય પાસે જાય છે. નાણામંત્રાલયની મંજૂરી લેવી જરૂરી હોય છે. નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ જ વધેલ વ્યાજદરનો ફાયદો પીએફ ખાતાંધારકોને મળે છે.

નાણા મંત્રાલયની મંજૂરી જરૂરી

નાણા મંત્રાલયની મંજૂરી જરૂરી

શ્રમ મંત્રીની અધ્યક્ષતાવાળા ન્યાસી બોર્ડ ઈપીએફઓનું નિર્ણય લેતી ઉચ્ચ સંસ્થા છે જે નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજદર પર નિર્ણય લે છે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવને નાણા મંત્રાલયની સહમતીની જરૂરત પડે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજદરને અંશધારકના ખાતામાં નાખવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા આ ફેસલો

આગલા કેટલાક મહિનામાં લોકસભા ચૂંટણી થનાર છે. ચૂંટણી પહેલા સરકાર તરફથી નોકરીયાત અને ખેડૂતોને લોભાવવા માટે કેટલાય મોટા ફેસલા લેવામાં આવ્યા છે. ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની નિશ્ચિત રાશિ આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે જ્યારે 15 હજારથી ઓછી કમાઈ કરતા મજૂર વર્ગના લોકો માટે પણ પેન્શન સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે.

હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યોહાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યો

English summary
Employees' Provident Fund Organisation hiked interest rate on employees' provident fund to 8.65% from 8.55% for the 2018-19 fiscal year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X