For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સ્વિસ બેન્ક આપશે ગુપ્ત ખાતાઓની માહિતી

|
Google Oneindia Gujarati News

swiss bank
દાવોસ, 24 જાન્યુઆરી: સ્વિટઝર્લેન્ડ આવતા મહિનાથી ભારત સહિત બીજા દેશોને તેમના દ્વારા થયેલી માગણી અંગે બેકિંગને લગતી અને બીજી માહિતી પૂરી પાડશે. વ્યક્તિગત ઓળખ આપ્યા વગર લોકોના એક જૂથને લગતી માહિતી આપશે પણ તે કોઈને ફસાવવાના એક ભાગ હોવી જોઈશે નહીં.

નવો ટેક્સ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ એકટ તા. ૧લી ફેબ્રુઆરીથી અમલમાં આવે છે અને આ અંગેનો ઠરાવ સ્વિટઝર્લેન્ડ ફેડરલ કાઉન્સિલ દ્વારા પસાર કરવામાં આવેલો છે એમ સ્વિસ નાણાં ખાતાનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. સ્વિસ બૅન્કોની ગુપ્તતાની દિવાલો સામે છેલ્લાં થોડાક વર્ષોથી સ્વિસ સત્તાવાળાઓ પર વૈશ્ર્વિક દબાણ વધ્યા પછી આ પગલું લેવાયું છે.

વિદેશમાંથી ગેરકાયદે સંપતિ માટે સ્વિસ બૅન્કો સ્વર્ગ સમાન બની હતી અને બૅન્કો દ્વારા ખાતાઓ અંગે ગુપ્તતા રખાતી હતી અને કાયદાની જોગવાઈ હેઠળ ખાતેદારો અંગે કોઈપણ જાતની માહિતી આપવામાં આવતી નહોતી. તાજેતરમાં આ અંગે વિદેશો તરફથી દબાણ વધુ તીવ્ર બન્યું હતું. જે દેશો સાથે સંબંધિત માહિતીની આપ-લે અંગે ટેકસ કરાર થયા હશે તેમને સ્વિસ સરકાર માહિતી આપશે. કરાર થયેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે પણ હજુ સુધી લોકોના જૂથ અંગેની માહિતી માટેની વિનંતીનો સ્વીકાર થયેલો નથી.

આવતા મહિનાથી નવો ટેક્સ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ એકટ (ટીએએએ) અમલમાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર જૂથ અંગેની માહિતીની મેળવવાનું શક્ય બનશે એમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે અત્રે આવેલા એક સ્વિસ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકારની વિનંતીમાં સ્વિસ બેન્કના ખાતેદાર દ્વારા વેરાને ટાળવા માટે કોઈપણ જાતનું કાર્ય થયું હોય તો તે અંગે વિગતવાર માહિતી આપવી પડશે પણ તેને ફસાવવા માટેની જાળ તરીકે આ વિનંતી હોવી જોઈશે નહીં એવું સ્વિસ ફેડરલ કાઉન્સિલે પસાર કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.

વેરાને ટાળવાના અથવા બીજા કોઈ ગુના અંગે નક્કર નિર્દેશો વગર આ માહિતી અપાશે નહીં. સામાન્ય રીતે એમાંથી કાંઈક રસપ્રદ શોધી કાઢીને તેને ફસાવવા માટે આ પ્રકારની માહિતીનો ઉપયોગ થતો હોય છે. સ્વિસ સંસદે ૨૦૧૨ની ૨૮મી સપ્ટેમ્બરે આ એકટને મંજૂરી આપી છે.

English summary
End of super secret banks : Swiss Bank sinking?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X