EPACK Durable IPO : 19 જાન્યુઆરીએ આવી રહ્યો છે આ કંપનીનો 640 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઈઝ
IPOમાં રોકાણ કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. ઉત્તર પ્રદેશની EPACK ડ્યુરેબલનો IPO 19મી જાન્યુઆરીએ ખુલી રહ્યો છે. કંપની આ IPO દ્વારા કુલ 640.05 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આમાંથી 400 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને 240.05 કરોડના શેર વેચાણ માટે ઓફર દ્વારા જારી કરવામાં આવશે. જો તમે પણ આ IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે.

EPAK ડ્યુરેબલ IPO 19 જાન્યુઆરી 2024 ના રોજ ખુલી રહ્યો છે. એન્કર રોકાણકારોને 18 જાન્યુઆરીથી એક દિવસ પહેલા ઇશ્યૂમાં નાણાંનું રોકાણ કરવાની તક મળી રહી છે. આમાં તમે 23 જાન્યુઆરી 2024 સુધી બિડ કરી શકો છો. કંપનીએ શેર ફાળવણીની તારીખ 24 જાન્યુઆરી 2024 નક્કી કરી છે.
જ્યારે અસફળ રોકાણકારોને 24 જાન્યુઆરીએ રિફંડ મળશે. 25 જાન્યુઆરીએ જ ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 29 જાન્યુઆરીએ શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.
કંપનીએ મંગળવારે IPOની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તેની કિંમત 218 રૂપિયાથી 230 રૂપિયાની વચ્ચે છે. રિટેલ રોકાણકારો એક સમયે ઓછામાં ઓછા 65 શેર ખરીદી શકે છે. જ્યારે મહત્તમ મર્યાદા 13 લોટ એટલે કે 845 શેર નક્કી કરવામાં આવી છે.
રિટેલ રોકાણકારો આ IPOમાં 14,950 થી મહત્તમ 1,94,350 સુધીનું રોકાણ કરી શકે છે. ઇશ્યૂમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે. મહત્તમ 50 ટકા શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે અને કુલ 15 ટકા શેર ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.
Epack Durable બ્લુ સ્ટાર, ડાઈકિન એરકન્ડિશનિંગ, વોલ્ટાસ, હાયર એપ્લાયન્સીસ જેવી ઘણી AC મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પાર્ટ્સનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તે ઇન્ડક્શન કૂકટોપ્સ, મિક્સર-ગ્રાઇન્ડર, વોટર ડિસ્પેન્સર વગેરેના પાર્ટ પણ બનાવે છે.












Click it and Unblock the Notifications
