EPFO news : દેશના 7.5 કરોડ EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર
EPFO news : દેશના 7.5 કરોડ EPFO ખાતા ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે તમે ગણતરીના દિવસોમાં તમારા પીએફ ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડી શકો છો.
કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (EPFO) એ PF ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ હતી.

ફાયદાઓ અને સુધારાઓ
- ઝડપી ક્લેમ સેટલમેન્ટ : EPFO એ ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનાવી છે. અગાઉ ક્લેમ સેટલમેન્ટ માટે 10 દિવસ લાગતા હતા, હવે માત્ર 3-4 દિવસમાં જ પૈસા ખાતામાં ટ્રાન્સફર થશે.
- ઓટો ક્લેમ માટે વિસ્તૃત ઉપયોગ : અગાઉ ફક્ત બીમારી અથવા હોસ્પિટલના ખર્ચ માટે જ ઓટો ક્લેમ ઉપલબ્ધ હતો, પણ હવે લોકો લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા માટે પણ ઓટો ક્લેમ કરી શકશે.
- મેન્યુઅલ વેરિફિકેશનની જરૂર નથી : ઓટો સેટલમેન્ટ એક ઓટોમેટેડ સોફ્ટવેર સિસ્ટમ પર આધારિત છે, જે મેન્યુઅલ વેરિફિકેશન વિના જ ક્લેમ પ્રક્રિયાને પૂર્ણ કરે છે.
- ઝડપી ટ્રાન્સફર : જો તમારું KYC EPFO સાથે લીંક હોય, તો 3-5 દિવસમાં પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે. આ માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી.
આ સિવાય EPFO ટૂંક સમયમાં એક નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે, જે હેઠળ લોકો તેમના PF ખાતામાંથી UPI અથવા ATM દ્વારા પણ પૈસા ઉપાડી શકશે અને બેલેન્સ ચેક કરી શકશે. PF ઉપાડની મર્યાદા 1 લાખ સુધીની હશે અને આ સુવિધા મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં લૉન્ચ થઈ શકે છે.
PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા
- EPFO ની સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in પર જાઓ.
- તમારું UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- લોગિન કર્યા પછી એકાઉન્ટ વેરિફાય કરો.
- પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરો.
- એડવાન્સ ફોર્મ 19 પસંદ કરી સંપૂર્ણ વિગતો ભરો.
- એકાઉન્ટ નંબર ચકાસો અને ફોર્મ સબમિટ કરો.
- 3-5 દિવસમાં તમારા PF ખાતામાંથી તમારું ક્લેમ કરેલ રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
આ સુધારા અને નવી સુવિધાઓ EPFO સભ્યો માટે એક મોટી રાહત સાબિત થશે, જેમાં ક્લેમ પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે.












Click it and Unblock the Notifications
